GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી RTO કચેરી દ્વારા L.M.V સિલ્વર,ગોલ્ડન તેમજ અન્ય નંબરની ફાળવણી માટે ઓનલાઇન E-AUCTION શરૂ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, ને.હા.નં-૮, ગણેશ સીસોદ્રા, દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે આગામી તા.૧૪/૦૩ /૨૦૨૬ થી Light Motor Vehical વાહનો માટે સિલ્વર,

                      ગોલ્ડન તેમજ અન્ય નંબરની ફાળવણી માટે ઓનલાઇન E-AUCTION શરૂ કરવામાં આવનાર છે. Light Motor Vehical નાં નંબર માટેની નવી સીરીઝ GJ21-CG -0001 થી GJ21-CG -9999 E-AUCTION માટે શરૂ કરવામાં આવનાર છે. તો ઇચ્છા ધરાવનાર વાહન માલિકો તેમનાં વાહનનું રજીસ્ટ્રેશન કરાવી આગામી તા.૧૪/૦૩ /૨૦૨૬ થી તા. ૧૬/૦૩ /૨૦૨૬  સુધી ઓનલાઇન http://parivahan.gov.in પર E-AUCTIONમાં ભાગ લઇ શકશે . ફેન્સી નંબર મેળવવા ઇચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ વેબસાઇટ ઉપર જઈને સી.એન.એ. ફોર્મ વાહન ખરીદીનાં સાત (૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે. તથા વાહનનાં સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસનાં અંદરના જ

               અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની કચેરી, ને.હા.નં-૮, ગણેશ સીસોદ્રા, દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!