GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આશિષ પટેલને ગુજરાત LJP પ્રદેશ અધ્યક્ષ નીમ્યા.

 

તારીખ ૧૦/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ

લોક જન શક્તિ પાર્ટી (રામવિલાસ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને આજે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે આશિષભાઈ પટેલની નિમણૂકની ઔપચારિક જાહેરાત કરી હતી જ્યાં દિલ્હી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ જેમાં લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય સચિવ શકિલ એમ. તિજોરીવાલા સાથે રાષ્ટ્રીય સચિવ યુવા સેલ સાદિક તિજોરીવાલા,વિશાલભાઈ મોદી અને ડાયાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે આશિષભાઈ પટેલનું સંગઠન કૌશલ્ય અને યુવા જોડાણ પક્ષને ગુજરાતમાં મજબૂત બનાવશે. નવા પ્રદેશ અધ્યક્ષ આશિષભાઈ પટેલે પણ ભરોસો આપ્યો કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સંગઠનને બૂથ સ્તર સુધી સક્રિય કરવામાં આવશે. નવનિયુક્ત પાર્ટીના પ્રદેશ પ્રમુખ ની નિમણૂકથી પક્ષના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.

Back to top button
error: Content is protected !!