હાલોલની કલરવ શાળામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત દ્વિ દિવસીય યોગ તાલીમ યોજાઈ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૩.૨૦૨૬
હાલોલની કલરવ શાળામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત દ્વિ દિવસીય યોગ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું આયોજન કરવાનું મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શારીરિક અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવાની હતી. આ યોગ તાલીમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર પિન્કીબેન મેકવાનના માર્ગદર્શન હેઠળ યોગના વિવિધ આસનો જેવા કે તાડાસન ,સૂર્ય નમસ્કાર, ભ્રામરી પ્રાણાયામ, કપાલભાતિ, અનુલોમ -વિલોમ અને ઓમકાર જેવા યોગના વિવિધ આસનો શીખવવામાં આવ્યા. આ યોગ તાલીમ શિબિરમાં હાલોલ શહેર ભાજપના પ્રમુખ હરીશભાઈ ભરવાડ, હાલોલ નગરપાલિકાના પ્રમુખ નિશાબેન દેસાઈ ,ભાજપાના મહામંત્રી બ્રિજેશભાઈ ત્રિવેદી તેમજ રવિન્દ્રભાઈ ઠાકોર ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડિસ્ટ્રિક્ટ કો -ઓર્ડીનેટર સોનલ બેન દરજી અને સોનલબેન પરમાર તેમજ સોશિયલ મીડિયા ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર શ્યામલભાઈ પરીખ અને યોગકોચ સ્વાતિબેન દલવાડી જેવા મહાનુભવો ઉપસ્થિત રહ્યા. આ યોગ કોચની ઉપસ્થિતિમાં શાળાના આચાર્ય ડૉ.કલ્પનાબેન જોષીપુરા ,શાળાના મેનેજિંગ ટ્રસ્ટી હાર્દિકભાઈ જોશીપુરા તેમજ શાળાના શિક્ષકોએ વિદ્યાર્થીઓની સાથે મળીને યોગના વિવિધ આસનો કર્યા હતા.













