BANASKANTHAGUJARATPALANPUR

ગરમીના પ્રકોપ ની શરૂઆત વચ્ચે ગુરુનાનક ચોક વિસ્તારમાં મિનરલ પાણીની પરબ શરૂઆત થતા રાહદારીઓમાં ખુશી

11 માર્ચ જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

ગરમીના પ્રકોપ ની શરૂઆત વચ્ચે ગુરુનાનક ચોક વિસ્તારમાં મિનરલ પાણીની પરબ શરૂઆત થતા રાહદારીઓમાં ખુશી. સફાઈ કામદારો દ્વારા રીબીન કાપી પરબ શરૂઆત. સફાઈ માતાઓનું સન્માન કરાય.ગરમીના પ્રકોપ શરૂઆત વચ્ચે શહેરના ગુરુ નાનક ચોક માં છેલ્લા કેટલાક વર્ષોથી મિનરલ પાણીની પરબ સદભાવના ગ્રુપ દ્વારા સેવા આપવામાં આવે છે આ વર્ષે પાલનપુરશહેર માં સ્વચ્છતા રાખતી મહિલાઓને બોલાવી તેમના હાથે મિનરલ વોટર પાણીની પરબની શ્રી ગણેશ રીબીન કાપીને પરબ ખુલ્લી મુકાઈ હતી હાજર રહેલી માતાઓ ને માતાઓને સન્માનિત કરાતા ભાવુક બની ગયા હતા આ માતાઓએ સદભાવના ગ્રુપના સેવા ભાવી લોકોને આશીર્વાદ આપ્યા હતા
પાલનપુરને સ્વચ્છ રાખતી સફાઈ કામદાર માતાઓનું સન્માન અને તેમના હસ્તે મિનરલ પાણીની પરબનું લોકાર્પણ*: સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા *સતત ૧૭ માં વર્ષે* ગુરુનાનક ચોક પાલનપુર મુકામે આજ રોજ મિનરલ પાણીની પરબની શરૂઆત કરવામાં આવી. શહેર વાસીઓ તેમજ પગ વટુઓ માટે આ પાણીની પરબ આશીર્વાદ રૂમ બનશે
પાલનપુરને સ્વચ્છ રાખવા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર* પાલનપુરના સફાઈ કામદાર વડીલ માતાઓનું સન્માન સાલ,સાડી તેમજ રોકડ પુરસ્કાર આપી તેમના હસ્તે જ રીબીન કપાવી પરબને જનતા માટે ખુલ્લી મુકાઈ.

Back to top button
error: Content is protected !!