MORBI:મોરબી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા રૂ.૨૭.૪૨ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો

MORBI:મોરબી: “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ પોલીસ દ્વારા રૂ.૨૭.૪૨ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપાયો
મોરબી: જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા પારદર્શક કામગીરીના ભાગરૂપે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે ફરિયાદીઓને તેમના ચોરી થયેલા સોના-ચાંદીના દાગીના અને ગુમ થયેલા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા ૨૭,૪૨,૩૯૨/- નો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ, એક ફરિયાદી જ્યારે બહારગામ ગયા હતા ત્યારે અજાણ્યા તસ્કરોએ તેમના બંધ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તીજોરી અને કબાટમાં રાખેલા કિંમતી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધવામાં આવ્યો હતો.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ એલ.સી.બી. (LCB) પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ રૂ. ૨૬,૦૪,૧૦૫/- નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.
ટંકારા કોર્ટના આદેશ બાદ આ તમામ મુદ્દામાલ મૂળ ફરિયાદીને પરત સોંપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.૭ મોબાઈલ ફોન પણ પરત અપાયા આ ઉપરાંત, ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ-અલગ અરજદારોના ગુમ થયેલા કુલ ૭ મોબાઈલ ફોન (જેની કિંમત અંદાજે રૂ. ૧,૩૮,૨૮૭/- છે) શોધી કાઢીને તેના અસલ માલિકોને સોંપવામાં આવ્યા હતા.કુલ પરત કરેલ રકમ: ₹૨૭,૪૨,૩૯૨/-મુદ્દામાલ: રૂ.૨૬,૦૪,૧૦૫/- (દાગીના અને રોકડ) મોબાઈલ ફોન: ૭ નંગ (કિંમત રૂ.૧,૩૮,૨૮૭/-) પોલીસની આ સરાહનીય કામગીરીથી અરજદારો અને ફરિયાદીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી અને તેમણે પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.










