BANASKANTHAGUJARATLAKHANI

થરાદ થી આણંદ સુધી સ્લીપર બસ શરૂ કરવા ની માંગ મુસાફરો પરેશાન

 

નારણ ગોહિલ લાખણી

બનાસકાંઠા જિલ્લાના થરાદ વિસ્તારમાંથી આણંદ સુધી સીધી બસ સેવા ઓછી હોવાથી મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ થરાદથી આણંદ માટે માત્ર એક જ બસ ચાલે છે અને તે પણ દરરોજ ફુલ રહેતી હોવાથી મુસાફરોને ઊભા રહીને લાંબી મુસાફરી કરવી પડે છે.

થરાદ, લાખણી, વાવ અને આસપાસના વિસ્તારોના ઘણા લોકો છેલ્લા ઘણા વર્ષોથી આણંદમાં નોકરી-ધંધા અને પરિવાર સાથે રહે છે. આ બંને શહેરો વચ્ચેનું અંતર અંદાજે 340 થી 350 કિલોમીટર જેટલું છે. એક જ બસ હોવાને કારણે ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરનારાઓ, મહિલાઓ અને વૃદ્ધોને ભારે તકલીફ પડે છે.

 

લક્ષ્મણભાઈ રાજપુત સ્થાનિક ના જણાવ્યા મુજબ આણંદમાં થરાદ વિસ્તારના અંદાજે 500 જેટલા પરિવારો રહે છે. તેઓ વારંવાર એસ.ટી. તંત્ર અને જનપ્રતિનિધિઓ પાસે થરાદ-આણંદ વચ્ચે સ્લીપર બસ શરૂ કરવાની રજૂઆત કરી રહ્યા છે. છતાં અત્યાર સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી.

મુસાફરોની માંગ છે કે થરાદ ડેપો દ્વારા થરાદથી આણંદ સુધી સ્લીપર બસ સેવા શરૂ કરવામાં આવે જેથી લાંબી મુસાફરીમાં લોકોને સુવિધા મળી રહે અને ખાસ કરીને પરિવાર અને મહિલાઓને સલામત મુસાફરી કરી શકાય.

સ્થાનિક લોકોએ એસ.ટી. તંત્ર અને અધિકારીઓને વહેલી તકે આ મુદ્દે યોગ્ય નિર્ણય લઈ મુસાફરોની સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી રહ્યા છે

Back to top button
error: Content is protected !!