ARAVALLIGUJARATMEGHRAJMODASA

મેઘરજના જૂની વાંક લાલપુર પાસે જીપ ખાબકતા મહિલાનું મોત, 5 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ ખસેડાયા 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજના જૂની વાંક લાલપુર પાસે જીપ ખાબકતા મહિલાનું મોત, 5 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ ખસેડાયા 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી

છેલ્લા કેટલાય સમયથી જિલ્લામાં અકસ્માતના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે જેમાં મેઘરજ તાલુકામાં પણ અકસ્માતના અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે ફરી એક વાર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નિપજ્યું હોવાની પ્રાથમિક માહિતી છે જ્યારે અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે


અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના જૂની વાંક–લાલપુર રોડ પર  ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પેસેન્જર ભરેલી જીપના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી રોડ સાઇડ ઉતરી ખાબકી હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મુનશીવાડા ગામની શાંતાબેન ચંદુભાઈ (ઉંમર આશરે 55 વર્ષ)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. જ્યારે અન્ય 5 મુસાફરોને ઇજાઓ પહોંચી હતી.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી અને 2 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી બાદમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!