GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના શકત શનાળા પાસે કારમાંથી ૧૭ બીયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો

 

 

MORBI:મોરબીના શકત શનાળા પાસે કારમાંથી ૧૭ બીયરના ટીન સાથે એક શખ્સ ઝડપાયો

 

મોરબીના શકત શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાછળ સ્વીફ્ટ કારમાંથી ૧૭ બીયર ટીન સાથે એક ઈસમને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડયો છે.


મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શકત શનાળા ગામ શક્તિ માતાજીના મંદિર પાછળ આરોપીના કબજા ભોગવટવાળી સ્વિફ્ટ કાર જેના રજીસ્ટર નંબર -જીજે-૩૬-એ.સી-૧૫૭૭ કિંમત રૂપિયા ૩,૦૦,૦૦૦ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ બિયર ટીન નંગ -૧૭ કિંમત રૂપિયા ૨૦૨૪૦ નાં મુદ્દામાલ સાથે આરોપી વિશ્વરાજસિંહ અનુભા જાડેજા (ઉ.વ.૨૧) રહે. શનાળા પ્લોટ વિસ્તારમાં મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!