નવસારી જિલ્લામાં રોલીંગ પેપર/સ્મોકીંગ કોનના સંગ્રહ, વેચાણ-વિતરણ કે હેરાફેરી કરવા પર પ્રતિબંધ….

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના ફોરેન્સિક સાયન્સ નિયામકના અભિપ્રાય મુજબ વનસ્પતિજન્ય (Plant Based) નાર્કોટીક પદાર્થોના ધુમ્રપાન દ્વારા સેવન (Inhalation via Smoking) માટે ઉપરોક્ત પેપર આધારિત સ્મોકીંગ એસેસરીઝ Drug Paraphernalia તરીકે કાર્ય કરે છે જેને લીધે ડ્રગનું ઝડપી શોષણ (Absorption) થવાથી વ્યક્તિની ડ્રગ પર dependence વધે છે તેમજ અચાનક વધુ માત્રામાં લેવાઈ જવાની (Accidental Overuse) શક્યતા પણ વધી જાય છે. રોલીંગ પેપરના બળવાથી ઝેરી પદાર્થ (Toxins) જેવા કે, Tar, Carbon Monoxide અને અન્ય Irritants પણ ઉત્પન્ન થાય છે, જે ફેફસાં અને કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. આવી સ્મોકીંગ એસેસરીઝના સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી વ્યક્તિગત, જનસમુદાય તેમજ ખાસ કરીને યુવાપેઢી માટે ગંભીર ખતરો બની શકે તેમ છે. જે અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ બી.ઝાલાએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા નવસારી જિલ્લાના સમગ્ર હદ વિસ્તારમાં ચરસ, ગાંજા વિગેરે જેવા નશીલા પદાર્થોના સેવન માટે વપરાતી સ્મોકીંગ એસેસરીઝ જેવી કે રોલીંગ પેપર/ સ્મોકીંગ કોનના સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ નવસારી જીલ્લાના સમગ્ર વિસ્તારમાં તાત્કાલિક અસરથી આગામી તા.૩૦-૦૪-૨૦૨૬ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.



