NANDODNARMADA

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં બનેલ દુષ્કર્મની ઘટનામાં બે આરોપીઓને ૨૦ વર્ષની સજા ૭૦ હજાર દંડ ની સજા ફટકારતી રાજપીપળા કોર્ટ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં બનેલ દુષ્કર્મની ઘટનામાં બે આરોપીઓને ૨૦ વર્ષની સજા ૭૦ હજાર દંડ ની સજા ફટકારતી રાજપીપળા કોર્ટ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં એક ગામમાં બનેલી દુષ્કર્મની ઘટનામાં બે આરોપીઓને રાજપીપળા કોર્ટે વીસ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે

 

પ્રસ્તુત કેસમાં હકીકત એવી છે કે, આ કામના તપાસ કરનાર અમલદાર આર.જે.જાદવ ઈન્ચાર્જ સર્કલ પલીસ ઈન્સ્પેકટર ડેડીયાપાડા તથા પી.પી.ચૌધરી સર્કલ પોલીસ ઈન્સ્પેકટર, ડેડીયાપાડા નાઓને મળેલ આધારભૂત માહીતી મુજબ આ કામના બંન્ને આરોપીઓ આ કામના ફરીયાદીબેનને ગઈ તા.૧૬/૦૩/૨૦રર નારોજ સાંજના તેમના ઘરે એકલી હતી તે વખતે એકલતાનો લાભ લઈ આ કામના આરોપીઓ ફરીયાદીના ઘરે (૧)ગૌતમભાઈ પોશીરામભાઈ વસાવા નાઓએ ફરીયાદીના હાથ પકડી તથા આરોપી નંબર (૨)રમેશભાઈ વસંતભાઈ ઉર્ફે વિસાલભાઈ વસાવા નાઓએ મોટુ દબાવી દઈ શારીરીક છેડછાડ કરી બળજબરી કરી તારી સાથે બદકામ કરવુ છે. તો ચાલ જો નહીં આવો તો સળગાવી દેવાની ધાકધમકી આપી ફરીયાદી સગીર વયની હોવા છતા તેના માતા-પિતાના વાલીપણામાંથી ફરીયાદીનુ અપહરણ કરી મકાઈના વાવેતર વાળા ખેતરમાં લઈ જઈ આરોપીઓએ ફરીયાદી સાથે તેની મરજી વિરૂધ્ધ એક–એક વાર, વારાફરતી સામુહીક દુષ્કર્મ કરી બંને આરોપીઓએ અમે ડોન છે. આ વાત અમે કોઈને કહીશુ નહિં પરંતુ તુ આ વાત કહેતી નહીં નહીં તો તમારૂ ઘર સળગાવી દઈશુ, તેવી ધમકીઓ આપી ગુનોહ આચર્યો હતો

 

આ કેસ નર્મદા જીલ્લાના એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં ફરીયાદી તફે સરકારી વકીલ જતેન્દ્રસિંહ જે. ગોહીલનાઓએ ફરીયાદપક્ષે સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓતથા મોખીક દલીલો રજૂ કરી નામદાર કોર્ટે સદર પુરાવાઓને ધ્યાનમાંરાખી આરોપીઓનેઈ.પી.કો કલમ– ૩૬૩ અને ૧૧૪ હેઠળ આરોપીઓને ૫(પાંચ) વર્ષની સખત કેદ તથા ૩.૧૦,૦૦૦/—(દસ હજાર) દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૩(ત્રણ) માસની કેદ તથા ઈ.પી.કો. કલમ– ૩૭૬(ડી) તથા પોકસો અધિનીયમની ક્લમ–૪,૬,૧૭ હેઠળ આરોપીઓને ૨૦(વીસ) વર્ષની સખત કેદ તથા રૂ.૫૦,૦૦૦/– (૫ચાસ હજાર) દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૧(એક) માસની કેદ તથા ઈ.પી.કો. કલમ–૫૦૬(૨) હેઠળ ૩ (ત્રણ) વર્ષની સખત કેદ તથા રૂ.૧૦,૦૦૦/–(દસ હજાર) દંડ અને જો દંડ ન ભરે તો વધુ ૩(ત્રણ) માસની કેદની સજાનો તથા ભોગબનનારને રૂ.૩ લાખ(ત્રણ લાખ)ના વળતરનો હુકમ આજરોજ ફરમાવેલ છે.

Back to top button
error: Content is protected !!