
લુણાવાડાની જ્યુડિશનલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા શૈલેષ નરેન્દ્રભાઈ કાછીયા ને એક વર્ષની સજા ફટકારી..
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
લુણાવાડાની માં મહાકાળી ફાઇનાન્સ પાસેથી લુણાવાડાના એક વ્યાપારી કાછીયા શૈલેષભાઈએ માં મહાકાળી ફાઇનાન્સ પાસેથી રૂપિયા દસ લાખ ધિરાણ લીધેલ હતું સદર પૈસા લીધેલ પેટે આપેલ ચેક સદર આરોપી સમયસર પૈસા ના આપી શકતા ફરિયાદી પક્ષે સિનિયર એડવોકેટ જીગ્નેશભાઈ જોશી (હાલોલ) તેમની સાથે સાથી એડવોકેટ મયંકભાઈ જોશી ની રજૂઆતો અને સિનિયર એડવોકેટ જીગ્નેશભાઈ જોશીની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને એક વર્ષની સજા અને પૂરેપૂરી રકમનું વળતર ચૂકવવા નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટે હુકમ કરેલ છે.
આરોપી શૈલેષકુમાર નરેન્દ્રભાઈ કાછીયાને એક વર્ષની સાદી કેદની સજા અને ચેક ની પૂરેપૂરી રકમ દસ લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા અને જો તે રકમ ન ચૂકવે તો બીજી એક માસની સજા તે જ રીતે બીજા અન્ય એક કેસમાં પણ આરોપી શૈલેષ નરેન્દ્ર કાછિયાને એક વર્ષની સજા અને ચેક ની પૂરેપૂરી રકમ દસ લાખ રૂપિયા ચૂકવી આપવા હુકમ કરેલ છે અને જો આ રકમ ન ચૂકવી આપે તો બીજી એક માસની સજા નો હુકમ કરેલ છે આ રીતે બંને કેસમાં આરોપી શૈલેષ નરેન્દ્ર કાછીયાને એક એક વર્ષની એમ કુલ મળી બે વર્ષની સજા અને બન્ને કેશના ચેકની દસ -દસ લાખ રૂપિયા કુલ મળી વિશ લાખ પૂરેપૂરી રકમનું વળતર અને તે વળતર ન ચૂકવી આપે તો બીજા એક એક એમ બે માસની સજા કરવાનો હુકમ એડિશનલ ચીફ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે


