દિયોદર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષ ની કેદ 10 હજાર નો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો

દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
દિયોદર દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષ ની કેદ 10 હજાર નો દંડ આપતો ચુકાદો સંભળાવ્યો 
ભોગ બનનારને 4 લાખ નું વળતર ચૂકવવા આદેશ
પ્રતિનિધિ : દિયોદર કલ્પેશ બારોટ
• ચાર વર્ષ અગાઉ નરાધમ સગીરાને ભગાડી ગયો હતો
દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટે દુષ્કર્મ ના ગુન્હામાં નરાધમ આરોપીને 20 વર્ષ ની કેદ અને 10 હજાર નો દંડ આપતો ચુકાદો ખુલ્લી કોર્ટ માં સંભળાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો કોર્ટે ભોગ બનનાર સગીરાને વળતર પેટે 4 લાખ રૂપિયા ચૂકવવા પણ આદેશ કર્યો હતો
દિયોદર તાલુકાની એક સગીરા ની માતાએ દિયોદર પોલીસ મથકે તારીખ ૧૨/૮/૨૦૨૨ ના રોજ ફરિયાદ આપેલ કે ફરિયાદી ની સગીરા દીકરી નાસ્તો લેવા સારું ગયેલ હતી તે સમયે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા જેમાં પરિવારને જાણવા મળેલ કે થરાદ તાલુકાના ખાનપુર ગામનો ભરત શંકર માજીરાણા નામનો શખ્સ સગીરાને લલચાવી ફોસલાવી અપહરણ કરી ને લઈ ગયેલ અને સગીરા ની મરજી વિરુદ્ધ અલગ અલગ સ્થળ પર રાખી દુષ્કર્મ ગુજારેલ હોવાથી સગીરાની માતાએ દિયોદર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ ની ફરિયાદ આપતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી જેની તપાસ પી આઈ બી પી મેઘલાતર દ્વારા કરવામાં આવી હતી જેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થતા આજરોજ આ કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ જજ આર ડી પાંડે સમક્ષ ચાલ્યો હતો જે મામલે સરકારી વકીલ ડી વી ઠાકોર દ્વારા ધારદાર દલીલો કરવામાં આવતા કોર્ટે આરોપી ભરત શંકર માજીરાણા ને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ અને પોસ્કો ના ગુન્હામાં 20 વર્ષ ની કેદ અને 10 હજાર નો દંડ આપતો ચુકાદો સંભળાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો અને આરોપી ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો
• આરોપી પરણિત હોવા છતાં સગીરાને લલચાવી ફોસલાવી હતી
20 વર્ષ ની કેદ ની સજા પામનાર આરોપી ભરત શંકર માજીરાણા પરણિત હતો અને એક દીકરાનો પિતા હોવા છતાં 15 વર્ષ ની સગીરાને ખોટી લાલચ આપી ફોસલાવી ભગાડી ગયો હતો અને અલગ અલગ જગ્યા પર સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ પણ આચર્યું હતું
•પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ચુકાદો આપ્યો
કોર્ટે સરકારી વકીલ ડી વી ઠાકોર ની દલીલો ધ્યાને લીધી હતી જેમાં આરોપી વિરુદ્ધ પુરાવા હોવાથી આ ચુકાદો આપ્યો હતો જેમાં ભોગ બનનાર સગીર હતી,અને આરોપી વારંમ વાર ભોગ બનનાર ને લલચાવી ફોસલાવી ખોટા વાયદા આપી ભગાડી ગયો હતો ફરિયાદી તરફ થી પૂરતા પુરાવા હોવાથી આ સજા આપી હતી




