
તા.૧૨.૦૩.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદમાં ગેસના બોટલ માટે હાહાકાર મચ્યો ઝાલોદની ઇન્ડિયન ગેસ એજન્સી ખાતે ગેસ બોટલ માટે ગ્રાહકોની ભારે પડાપડી છેલ્લા ચાર દિવસથી ગેસની ગાડી ન આવતા ગ્રાહકને ભારે મુશ્કેલી બૂકિંગ કરાવ્યા છતાં ગેસ બોટલ ન મળતા અનેક ગ્રાહકો નારાજ થઈને પરત ફરવા મજબૂર બન્યા એજન્સી અને ગોડાઉન ખાતે દરરોજ લાંબી કરાતો જામી મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ઉપરાંત ઓનલાઈન ગેસ બૂકિંગનો સર્વર પણ ઠપ્પ થઈ જતાં મુશ્કેલીઓમાં વધારો ઝાલોદ ઇન્ડિયન ગેસ એજન્સી પાસે અંદાજે કુલ 41 હજારથી વધુ ગ્રાહકો, પરંતુ ગેસનો પુરવઠો ઓછો પડતાં સ્થિતિ ગંભીર બની ગેસ ના બોટલો ન મળતાં ગ્રાહકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને લોકો રોજ કામધંધો છોડીને ગેસ માટે એજન્સી અને ગોડાઉન સુધી દોડી રહ્યા છે




