DAHODDAHOD CITY / TALUKOGUJARAT

દાહોદ જિલ્લામાં LPG પુરતા પુરવઠા અંગે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ

તા.૧૨.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ જિલ્લામાં LPG પુરતા પુરવઠા અંગે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ

ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને કોઈપણ સ્થળે અછત ઉભી ન થાય તે સુનિશ્વિત કરવા અપાઈ સુચના મધ્ય પૂર્વ ક્ષેત્રમાં બદલાતી પરિસ્થિતિને કારણે રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેનો પૂરતો એલ.પી.જી નો જથ્થો ઉપલબ્ધ કરાવવા બાબતે કલેકટર યોગેશ નિરગુડેની અઘ્યક્ષતામાં તમામ સેલ્સ ઓફિસરઓની બેઠક બોલાવવામાં આવી. રાજ્યમાં ઘરેલું જરૂરીયાત માટેના એલ.પી.જી નો પુરતો પુરવઠો દરેક સ્થળે મળી રહે તે માટે તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકારના સૂચન હેઠળ જાહેર ક્ષેત્રની ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા એક જ ગ્રાહક દ્વારા બે એલ.પી.જી સિલિન્ડ ર ના બુકીંગ વચ્ચે ૨૫ દિવસનો સમયગાળો રાખવા નિર્ણય લેવામાં આવેલ છે. એલ.પી.જી. નો અનાધિકૃત સંગ્રહ, કાળાબજારી, નિયત ઉપયોગ સિવાય અન્ય ઉપયોગ તથા નિયત કરેલ કીંમત કરતા વધુ ભાવ વસૂલવો એ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 તથા એલ.પી.જી કંટ્રોલ ઓડર-2000 મુજબ કાયદાકીય રીતે ગુનો બને છે તથા આવી પ્રવૃતિ કરનાર સામે રાજ્ય સરકારના સક્ષમ અધિકારી દ્વારા ફોજદારી પગલા લેવામાં આવશે એમ કલેકટર દ્વારા જાણ કરવા સાથે સુચના આપવામાં આવી હતી.વધુમાં તમામ ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય અને કોઈપણ સ્થળે અછત ઉભી ન થાય તે સુનિશ્વિત કરવું. જિલ્લામાં LPG ની તપાસ દરમિયાન ગેરરીતી જણાશે તો તાત્કાલિક આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ તથા LPG Control order-2000 મુજબની કાર્યવાહી કરવામાં આવશે. આ તમામ સૂચનાઓનો કડક અમલ થાય તે સુનિશ્વિત કરવા જણાવ્યું હતું.આ બેઠક દરમ્યાન જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ લોડલીયા તેમજ સૌ સેલ્સ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!