
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી બોર્ડર પર SMCનું ફાયરિંગ, ભાગતા આરોપીને ગોળી વાગતા સારવાર હેઠળ
અરવલ્લી જિલ્લામાં શામળાજી બોર્ડર નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ફાયરિંગ કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. પ્રોહિબિશન કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે કાર્યવાહી કરવી પડી હતી.માહિતી મુજબ SMC ની ટીમ આરોપીને રાજસ્થાનમાંથી પકડી ગુજરાત તરફ લઈ આવી રહી હતી. તે દરમિયાન શામળાજી નજીક અણસોલ ગામ પાસે આરોપીએ અચાનક ભાગવાનો પ્રયાસ કર્યો હતો.આરોપીને રોકવા માટે પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં આરોપીના ખભાના ભાગે ગોળી વાગતા તે ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક હિંમતનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.





