S.P.C.H.S મોબાઇલ હેલ્થ યુનિટ,હાલોલ દ્વારા બાસ્કા ગામે રાષ્ટ્રીય ડીવોર્મિંગ દિવસ નિમિત્તે અભિયાન યોજાયું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૩.૩.૨૦૨૬
૧૦ ફેબ્રુઆરીના રોજ ઉજવાતા રાષ્ટ્રીય ડીવોર્મિંગ દિવસ નિમિત્તે એસ.પી.સી.એચ.એસ. મોબાઇલ હેલ્થ યુનિટ, હાલોલ દ્વારા બાસ્કા ગામ ખાતે ડીવોર્મિંગ અંગે આરોગ્ય જાગૃતિ અને દવાઓનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં આંતરડાના કૃમિ (પેટના કીડા)થી થતા રોગો વિશે જાગૃતિ ફેલાવવાનો અને સમયસર સારવાર આપવાનો હતો.કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના બાળકોને ડીવોર્મિંગ ટેબ્લેટ આપવામાં આવી અને યોગ્ય સ્વચ્છતા, હાથ ધોવાની ટેવ તેમજ સ્વસ્થ આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આશા કાર્યકર બહેનો દ્વારા ગામમાં ઘર-ઘર જઈને માતા-પિતાને પણ ડીવોર્મિંગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતુ.એસ.પી.સી.એચ.એસ. હાલોલ યુનિટની ટીમમાંથી ડૉ. શિવપ્રિયા,નર્સ ધર્મિષ્ઠા રાઠવા અને નર્સ શિલ્પાબેન વણકર હાજર રહ્યા અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતુ.આ અભિયાન દ્વારા ગામના બાળકોના આરોગ્ય સુધારવા અને પોષણની સ્થિતિ મજબૂત બનાવવા માટે સકારાત્મક પગલું ભરાયું છે. એસ.પી.સી.એચ.એસ. મોબાઇલ હેલ્થ યુનિટ આવનારા સમયમાં પણ આવી જ આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખશે.







