MANGROLSURAT

પીપોદરામાં હાઈવેની કિંમતી જમીન પર ‘બુલડોઝર’ની તૈયારી: મામલતદારનો કલેક્ટરને 53 પાનાનો રિપોર્ટ

રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત

​માંગરોળ, સુરત: સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે નેશનલ હાઈવે-48 પર થયેલા કરોડોની કિંમતના ગેરકાયદે દબાણો સામે વહીવટી તંત્ર હવે ‘એક્શન મોડ’માં આવ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા આ ભૂમાફિયાઓના ખેલ પર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની લાલ આંખ થતા દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વિવાદનું કેન્દ્ર: બ્લોક નં. 126
​પીપોદરા ગામના જૂના બ્લોક નં. 123 (નવો બ્લોક નં. 126) વાળી બિનખેતીની જમીન પર ‘કોમન ઓપન પ્લોટ’ (COP) અને સર્વિસ રોડની આસપાસના વિસ્તારમાં મોટાપાયે બિનઅધિકૃત બાંધકામો ખડકી દેવાયા હતા. એક જાગૃત નાગરિકની ફરિયાદ બાદ આ આખું કૌભાંડ સપાટી પર આવ્યું છે.

તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસા
​કોસંબા સર્કલ ઓફિસર દ્વારા કરવામાં આવેલી સ્થળ તપાસ અને પંચનામામાં નીચે મુજબના ગંભીર દબાણો મળી આવ્યા છે:
* ​મંગુબા આરાધના ભવન: સર્વિસ રોડ પર 40-50 ફૂટનું નવું પાકું બાંધકામ, જેમાં પ્રથમ માળે ભવન અને નીચે મેડિકલ સ્ટોર્સ કાર્યરત છે.
* ​વ્યાપારી જાળ: હાઈવેની બાજુમાં અનેક ગેસ સર્વિસ સ્ટેશનો, એન્જિનિયરિંગ વર્ક્સ, ઓટો પાર્ટ્સ, કિરાણા અને હાર્ડવેરની દુકાનો ઉભી કરી દેવાઈ છે.
* ​કાચા-પાકા દબાણો: સર્વિસ રોડની પશ્ચિમ દિશાએ પતરાની કેબિનોથી માંડીને પાકા કોમર્શિયલ કોમ્પ્લેક્સ સુધીના દબાણોની લાંબી યાદી તૈયાર કરાઈ છે.
​”પ્રાથમિક દ્રષ્ટિએ આ તમામ બાંધકામો નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરનું દબાણ છે, જે કાયદાકીય રીતે અક્ષમ્ય છે.”

​મામલતદારે આ મામલે જમીન મહેસૂલ કાયદા-1870ની કલમ 66 અને 67 મુજબ ‘શરતભંગ’ની દરખાસ્ત સુરત કલેક્ટરને મોકલી આપી છે. આ દરખાસ્ત સાથે 53 પાનાનો વિગતવાર અહેવાલ, પંચનામું અને ફોટોગ્રાફ્સના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે.
​હવે જોવાનું એ રહેશે કે સુરત કલેક્ટર આ કરોડોની જમીન પરના દબાણો હટાવવા માટે ક્યારે આખરી આદેશ આપે છે

Back to top button
error: Content is protected !!