GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી; હિટ વેવને પહોંચી વળવા નવસારી મહાનગરપાલિકા ૧૫ મુખ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધાનો પ્રારંભ;સ્થાનિકોમાં ખુશીનો માહોલ..

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

​નવસારી મહાનગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ વધતો જતો તાપમાન ને લઈ  ઠેરઠેર પાણીના માટલાં ઓ મૂકી લોક સેવાનું કામ કરતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલમાં વધી રહેલા તાપમાન અને આગામી ‘હીટ વેવ’ (Heat Wave) ની શક્યતાઓને ધ્યાનમાં રાખીને, નવસારી મહાનગરપાલિકાના દ્વારા ‘હીટ વેવ એક્શન પ્લાન – ૨૦૨૬’ અંતર્ગત શહેરના વિવિધ જાહેર સ્થળો પર આજથી પીવાના પાણીની વ્યવસ્થા કાર્યરત કરવામાં આવી છે.

​શહેરના શ્રમિકો, રાહદારીઓ અને નાગરિકોને ગરમીથી રાહત મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાના આરોગ્ય અને વોટર વર્ક્સ વિભાગ દ્વારા કુલ ૧૫ જેટલા મહત્વના લોકેશન પર ઠંડા પાણીના માટલા અને જરૂરિયાત મુજબ ORS ની સુવિધા ઉભી કરવામાં આવી છે.​પાણી વિતરણના મુખ્ય સ્થળો:નાગરિકો નીચે મુજબના સ્થળોએ આ સેવાનો લાભ લઈ શકશે:શાકભાજી માર્કેટ પાસે, ટાવર પાસે, એસ.ટી. ડેપોએ, ગ્રીડ રોડ (નેશનલ હાઈવે નં. ૪૮)એરુ ચાર રસ્તા,વિજલપોર (શિવાજી ચોક)શ્રી વિઠ્ઠલ મંદિર પાસે, વિરાવળ જકાતનાકા પાસે, ​સ્ટેશન બસ સ્ટોપ પાસે,​દૂધિયા તળાવ (વોટરવર્કસ પાસે),બાજપાઈ ગાર્ડન (પારસી હોસ્પિટલ સામે),જ્યુબિલી ગાર્ડન (ફુવારા)​ડો. આંબેડકર ગાર્ડન (શ્રી આશાપુરી મંદિર પાસે)સિરવાઈ પાર્ક (લુન્સીકુઈ)​પંડિત દીનદયાળ ચોક (બાગ પાસે)મહાનગરપાલિકા કચેરી ખાતે , આ તમામ સ્થળોએ ટેબલ, પાણીના માટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરના નાગરિકોને ગરમીમાં સ્વાસ્થ્ય જાળવવા અને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા નમ્ર અપીલ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!