GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ વડાતળાવમાં પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી,તરવૈયાઓ અને ફાયર બ્રિગેડની મદદથી મૃતદેહ બહાર કાઢ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૩.૨૦૨૬

પાવાગઢ તળેટી ખાતે આવેલ વડતાલવ માં આજે શનિવારના રોજ અજાણ્યા પુરુષનો મૃતદેહ દેખાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.જે વાત વાયુવેગે ફેલાતા મૃતદેહ ને જોવા સ્થાનિક લોકોના ટોળા તળાવ ખાતે એકત્રિત થયા હતા બનાવની જાણ પાવાગઢ પોલીસ ને થતા બનાવ સ્થળે દોડી આવી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી.બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે શનિવાર ના રોજ પંચમહાલ જિલ્લા ના યાત્રાધામ પાવાગઢ નજીક આવેલા અને પર્યટક સ્થળ ગણાતા એવા વડા તળાવ ના પાણીમાં કોઈ અજાણ્યા ઈસમ નો મૃતદેહ તરતો સ્થાનિક લોકોને દેખાતા ચકચાર મચી ગઈ હતી.મૃતદેહ પાણીમાં તરતો હોવાની વાત વાયુવેગે ફેલાતા તળાવ ખાતે લોકટોળા ઉમટી પડ્યા હતા.જે પૈકી એકે પાવાગઢ પોલીસ ને જાન કરતા પોલીસ બનાવ સ્થળે દોડી આવી સ્થાનિક તરવૈયા અને હાલોલ ફાયર ટીમ ની મદદથી અજાણ્યા ઈસમ ના મૃતદેહ બહાર કાઢતા કોઈ પુરુષ હોવાનું જાણવા મળ્યું હતું આ ઈસમ કોણ છે ? ક્યાંથી આવ્યો છે ? કયા કારણોસર પાણીમાં ગયો હશે તેવી અટકળો સાથે તેની ઓળખ છતી કરવાના પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે હાલ પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી તે મૃતદેહ ને હાલોલ ની સબડીસ્ટ્રીક હોસ્પીટલ ખાતે મોકલી પોસ્ટમોટમ કરવામાં આવ્યું હતું. તળાવ માંથી મળી આવેલ અજાણ્યા ઈસમે શરીર પર કાળા કલર નું પેન્ટ અને સફેદ રંગ નું શર્ટ પહેરેલું હતું અને આશરે ૪૮ કલાક પહેલા પાણીમાં પડ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. હાલ પોલીસ દ્વારા તેની ઓળખ છતી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.અને તેને કોલ્ડ સ્ટોરેજ માં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી આવ્યું છે.

Back to top button
error: Content is protected !!