
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
ભરૂચ – વડાપ્રધાન દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ૨૨મો હપ્તો સીધા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર દ્વારા તા. ૧૩મી માર્ચ ૨૦૨૬ના રોજ રિલીઝ કરવામાં આવ્યો છે. આ અવસરે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ખાતે જિલ્લા કક્ષાના પી.એમ.કિસાન ઉત્સવ દિવસ અને મિલેટ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ઝઘડિયા-નેત્રંગ વિસ્તારના ધારાસભ્ય રિતેશકુમાર વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે નેત્રંગ તાલુકા પંચાયતના પ્રમુખ વસુધાબેન વસાવા, ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, તાલુકા પંચાયતના સભ્યો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વહીવટી તંત્ર તરફથી જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળા, નાયબ ખેતી નિયામક પી.એસ.રાંક, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર લલિત પાટીલ અને તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવાર સહિતના અધિકારીઓએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આગામી સમયમાં સ્વાસ્થ્યપ્રદ આહાર અને ખેતીમાં વિવિધતા લાવવાના ઉદ્દેશ્યથી મિલેટ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મિલેટ પાકોના વાવેતર, મૂલ્યવર્ધન અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં આસપાસના ૭૭ ગામોમાંથી અંદાજિત ૧૦૦૦ થી ૧૨૦૦ જેટલા પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ અને બહેનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્સાહપૂ
ર્વક જોડાયા હતા.



