GUJARATKUTCHMUNDRA

શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ ધ્વારા મહાજન નું મામેરૂ અંતગર્ત ૨૭૭મી દિકરીના લગ્નોત્સવ સાજન મહાજનની ઉપસ્થિતિમાં યોજાયા.

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ ધ્વારા મહાજન નું મામેરૂ અંતગર્ત ૨૭૭મી દિકરીના લગ્નોત્સવ સાજન મહાજનની ઉપસ્થિતિમાં યોજાયા.

 

મુંદરા, તા. 14:

લગ્નની સીઝન દરમ્યાન આપણે અનેક લગ્નોમાં જતા હોઈએ છીએ. પણ એ લગ્નો મોટે ભાગે આપણા પરિચિત સ્નેહી કે સ્વજનોના હોય છે. આજે વાત કરવી છે એક અનોખા લગ્નની જયાં પારકી દિકરીને પોતાની ગણીને પોતાના આંગણીએથી સાસરીયે વિદાય અપાય છે. વાત છે ભુજના શ્રી ક.વી.ઓ. જૈન મહાજન દ્રારા યોજાતા લગ્ન સમારોહની છે. ભુજ મધ્યે આવેલ સંસ્થા શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ ધ્વારા આજથી પંદર વરસ પહેલા અનશનવ્રતઘારી, જૈન સમાજરત્ન માનનીય શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી અને સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ સંચાલિત મહાજન નું મામેરૂ યોજના અંતગર્ત આજ રોજ 277 માં લગ્ન ભુજ નિવાસી જયંતિગર ગોસ્વામી ની સુપુત્રી ચિ. વંદના સંગે ભુજ તાલુકાના પધ્ધર નિવાસી ચેતનગર ગુંસાઈના સુપુત્ર ચિ. ધવલગીરી સંગાથે યોજાયા ત્યારે સાજન (કન્યા પક્ષ) અને માજન (શ્રી ક.વી.ઓ. જૈન મહાજન)ના આંખોમાં હરખના આંસુ હતા. જાણે માજન પોતાનાજ પરિવારની દિકરીના લગ્ન હોય તેવો લગ્નનો માહોલ અને આયોજન હતુ.

 

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યુ હતુ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરે લગ્ન પ્રસંગ પાર પાડવો એ આજના મોંઘવાળીના સમયમાં ખર્ચાળ છે. મધ્યમવર્ગીય અને ગરીબવર્ગીય પરિવારો માટે પોતાની વ્હાલસોયી દિકરીના લગ્નનો પ્રસંગ પાર પાડવો એ આર્થિક અને માનસિક દ્રષ્ટિએ તનાવભર્યું કામ હોય છે. મે રાજકીય અને સામાજિક ક્ષેત્રે સક્રિય રહીને અનુભવ્યુ છે કે મોટાભાગના મધ્યમવર્ગીય અને ગરીબવર્ગના પરિવારો દિકરીના લગ્ન માટે કરજો કરી ઉંચા વ્યાજે ઉછીના રૂપિયા લે છે. અમે મહાજન પરંપરાને નિભાવવાની ફરજના ભાગરૂપે મધ્યમવર્ગીય અને ગરીબવર્ગીય પરિવારને મદદરૂપ બનવા માટે આજથી પંદર વર્ષ પહેલા અમારા વડીલ મુરબ્બી શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાએ શરૂ કરેલ આ યોજના દ્વારા અમારો એ પ્રયાસ છે કે પરિવાર પોતાના ઘેર વ્યકિતગત લગ્ન જે રીતે ઉજવે એવી બધી જ સુવિઘાઓ અને આયોજન શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજના આંગણે યોજાતા લગ્નમાં કરીએ છીએ. મધ્યમ અને ગરીબ પરિવારોને સામાજિક હુંફ આપવાનો અમારો આ પ્રયાસ છે. આ યોજનામાં સહકાર આપનાર સૌ દિલેર દાતાશ્રીઓને આભાર માન્યો હતો.

આજના આ લગ્ન પ્રસંગે માતૃશ્રી લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે શ્રીમતી હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવાર, સમપર્ણવાળા શ્રી ભાઈચંદભાઈ સ્વરૂપચંદભાઈ વોરા પરિવાર, શ્રીમતી જયોતિબેન ગીરીશભાઈ છેડા પરિવાર, નેહાબેન ટોપરાણી અને શ્રી કેતનભાઈ ચોથાણી પરિવાર, શ્રીમતી લક્ષ્મીબેન જમનાદાસ ઠકકર (હસ્તે કમલેશ જવેલર્સ) પરિવાર, સ્વ. લીલાવંતીબેન મથુરાદાસ પુરોહિત હસ્તે શ્રી પ્રદિપભાઈ (છબીકલા) પરિવાર, શ્રી તુલસીભાઈ જોષી(ઓધવરામ ડેવલોપર્સ – ભુજ) પરિવાર,શ્રીમતી કસ્તુરબેન વિશ્રામભાઈ નારાયણજી ચંદે (પ્રકાશ એજન્સી-ભુજ) પરિવાર, નિલમબેન ગાંધી પરિવાર, શ્રીમતી ભાવેશાબેન નિલયભાઈ મહેતા પરિવાર વિગેરે દાતાશ્રીઓ ધ્વારા કન્યાને વિવિધ ભેટ અપર્ણ કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે મહાજનના મંત્રી શ્રી નરેશભાઈ શાહ, ખજાનચી શ્રી હરેશભાઈ ગોગરી, ટ્રસ્ટી શ્રી લાલભાઈ રાંભિયા, શ્રી હિરાલાલભાઈ સૈયા, શ્રી ભુજ ક.વી.ઓ. જૈન સંધના ટ્રસ્ટી અને બીજેએસ ભુજ ચેપ્ટરના પ્રમુખશ્રી ધીરેનભાઈ પાસડ, મહાજનનું મામેરૂ સમિતિના શ્રી સંજયભાઈ મોતા, સખીવૃંદના શ્રીમતી ભક્તિબેન વોરા, શ્રીમતી કાજલબેન ગાલા, યુવા પાંખના પ્રમુખ શ્રી ઈશાન મોતા, વગેરે ઉપસ્થિત રહી નવ દંપતિને શુભકામનાઓ પાઠવી અને ભેટ સોગાદ અપર્ણ કરી હતી.

 

આ શુભ પ્રસંગે સંસ્થાના જનરલ મેનેજર અંકિત ગાલા, મેનેજર શ્રી હરનીશભાઈ મહેતા, શ્રી હસમુખભાઈ શેઠીયા અને સંસ્થાના કર્મચારીઓએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. આ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી સંસ્થાના ખજાનચી શ્રી હરેશભાઈ ગોગરીએ કરી હતી. વિધી વિધાન શ્રી તુષારભાઈ ભટ્ટે કરાવી હતી. ભાવતા ભોજન શ્રી ભરતસિંહ સોનેગરાએ જમાડયા હતા. એવું સંસ્થાના કાર્યાલય મંત્રી અંકિત ગાલાએ એક યાદીમાં જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!