
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
ઇસરી – પંચાલ (ડેરીયા) ગામની સીમમાંથી ઇસરી પોલીસે 9 લાખથી વધુનો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડ્યો
અરવલ્લી જિલ્લામાં પ્રોહીબીશન બાબતે ઇસરી પોલીસે વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ પંચાલ (ડેરીયા) ગામની સીમ વિસ્તારમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો અને એક ઇનોવા કાર સહિત કુલ રૂપિયા 17,04,536 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.
પોલીસ સૂત્રો મુજબ વિરેન્દ્રસિંહ યાદવ (નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જ), મનોહરસિંહ એન. જાડેજા (પોલીસ અધિક્ષક, અરવલ્લી) તથા જે.ડી. વાઘેલા (નાયબ પોલીસ અધિક્ષક, મોડાસા વિભાગ) ના માર્ગદર્શન હેઠળ પ્રોહીની હેરાફેરી અટકાવવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
આ સૂચનાઓના અનુસંધાનમાં ઇસરી પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.વી. પલાસ, પી.એસ.આઈ. એન.એમ. બામણીયા તથા પોલીસ સ્ટાફે બાતમીના આધારે રેડ કરતાં પંચાલ (ડેરીયા) ગામની સીમમાંથી સફેદ રંગની ઇનોવા કાર નં. GJ-01-RE-8571માંથી અલગ-અલગ બ્રાન્ડની કુલ 360 ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂપિયા 9,04,536 થાય છે. સાથે જ કાર (ચેસીસ નં. MBJ11JV4007461798) કિંમત રૂપિયા 8,00,000 પણ કબજે કરવામાં આવી હતી.આ રીતે પોલીસે કુલ રૂપિયા 17,04,536 નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશનનો ગણનાપાત્ર ગુનો દાખલ કર્યો છે. જોકે કારનો ચાલક પોલીસને જોઈને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળે છે. હાલ પોલીસે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.ઇસરી પોલીસની આ કામગીરીને જિલ્લામાં પ્રોહીબીશન વિરોધી અભિયાનમાં મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે.





