
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
પ્રધાનમંત્રી મોદીના હસ્તે અદાણી પોર્ટસના હલ્દિયા ટર્મિનલમાં
ભારતની પ્રથમ સંપૂર્ણ સ્વચાલિત ડ્રાય બલ્ક સુવિધા રાષ્ટ્રને સમર્પિત
અમદાવાદ, ૧૪ માર્ચ ૨૦૨૬:
વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદીએ આજે હલ્દિયા બલ્ક ટર્મિનલ (HBT)નું ઉદ્ઘાટન કરીને તેને ઔપચારિક રીતે રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. વાર્ષિક ૪ મિલિયન મેટ્રિક ટનની ક્ષમતાના ડ્રાય બલ્ક કાર્ગોનું પરિવહન કરવા માટે હુગલી નદી પર નિર્માણ કરવામાં આવેલ આ ટર્મિનલ એક સંપૂર્ણ સ્વચાલિત બલ્ક સુવિધા સાથે સીધા રેલ જોડાણો ધરાવતું આ ટર્મિનલ ભારતના પૂર્વીય દરિયાઈ કોરિડોર દ્વારા બલ્ક કાર્ગોના પરિવહન માટે એક માળખાકીયઅપગ્રેડેશન છે.
અદાણી પોર્ટ્સ અને સેઝ (APSEZ)ના પૂર્ણ-સમયના ડિરેક્ટર અને સી.ઇ.ઓ શ્રી અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે આગામી પેઢી માટેની ભારતના પૂર્વીય દરિયા કિનારા પર કાર્યક્ષમતાનો એક નવો માપદંડ સ્થાપિત કરતી હલ્દિયા બલ્ક ટર્મિનલની સુવિધા હુગલી સુધી સંપૂર્ણ યાંત્રિકીકરણ અને સીધી રેલ ખાલી કરાવશે. તેમણે કહ્યું હતું કે જેટી ડમ્પિંગને દૂર કરીને અદ્યતન સ્વચાલિત પધ્ધતિઓ દ્વારા કાર્ગોને થતાં નુકસાનને ઘટાડીનેઅમે સ્વચ્છ, સલામત અને વધુ ટકાઉ કામગીરી સુનિશ્ચિત કરી રહ્યા છીએ. આ ટર્મિનલ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડની ઔદ્યોગિક પુરવઠા હરોળને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા સાથે આધુનિક મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાના પ્રધાનમંત્રી મોદીના દ્રષ્ટીને સમર્થન આપશે.
આ ટર્મિનલ HDC બલ્ક ટર્મિનલ લિ. દ્વારા ડિઝાઇન, બિલ્ડ, ફાઇનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT) મોડેલ મુજબ 30 વર્ષના કરાર હેઠળ કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદરના હલ્દિયા ડોક સંકુલ (HDC)માંવિકસાવવામાં આવ્યું છે. ૧૪ જુલાઈ ૨૦૨૩ ના રોજ તેના નિર્માણની શરૂઆતથી આજે રાષ્ટ્રને સમર્પિતસુધીની આ સફર દરેક પ્રક્લ્પોને સમયસર સંપન કરી તેને કાર્યાન્વિત કરવાની અદાણી પોર્ટ્સની ક્ષમતા દર્શાવે છે.
હુગલી નદીના પશ્ચિમ કિનારા પર વ્યૂહાત્મક સ્થળે નિર્માણ થયેલું આ ટર્મિનલ આયાતી કોલસા અને વિવિધ પ્રકારની સૂકી જથ્થાબંધ ચીજવસ્તુઓનું પરિવહન કરવા માટે સજ્જ છે. ઉલ્લેખનિય છે કે કોલસો, બોક્સાઈટ અને ચૂનાના પત્થર સહિત ભારતની જથ્થાબંધ સૂકી આયાતમાં દેશનો પૂર્વ કિનારો લગભગ ૬૦% હિસ્સો ધરાવે છે, જે હલ્દિયાને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના સ્ટીલ, એલ્યુમિનિયમ અને પાવર ઉદ્યોગો માટે સૌથી કાર્યક્ષમ અને સીધું સામૃદ્રિક પ્રવેશ બંદર બનાવે છે. આ ક્ષમતા વધારાથી લોજિસ્ટિક્સ ખર્ચ અને આ ઉદ્યોગો માટે ટર્નઅરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.
બાંધકામની શરૂઆતથી કંપનીએ હાથ ધરેલા માળખાગત કાર્યોમાં ૨,000 T ક્ષમતાની રેલ્વે વેગન લોડિંગ સિસ્ટમની સ્થાપના અને જહાજથી સીધો ટ્રેનમાં કાર્ગો ઠાલવવા માટેની ૧.૫૪ કિ.મી.ની સમર્પિત રેલ્વે લાઇન કાર્યરત કરવા ઉપરાંત હાલની જેટીનું નવીનીકરણ, અદ્યતન કન્વેયર સિસ્ટમ્સની સ્થાપના, પ્રક્રિયાને સ્વચાલિત કરવી, સ્વચાલિત સ્ટોકયાર્ડ મેનેજમેન્ટ માટે બે સ્ટેકર-કમ-રિક્લેમર્સની તૈનાતી તથા જહાજના ઝડપી ડિસ્ચાર્જ માટે બે મોબાઇલ હાર્બર ક્રેનનો ઉમેરો જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
RWLS અને સમર્પિત રેલ લાઇન ટર્મિનલની સૌથી મહત્વની વિશેષતાઓ એ છે કે તેઓ એકસાથે જહાજોમાંથી ખાલી કરવામાં આવતા જથ્થાબંધ કાર્ગોને સીધા રેલ્વે વેગનમાં ઠાલવીને મુખ્ય લાઇનો સાથે સાંકળી લેવાની સવલતપૂરી પાડતા હોવાથી બંદર ઉપર રહેવાનો સમય ઘટાડે છે અને ત્રણ રાજ્યોમાં ઔદ્યોગિક ગ્રાહકો માટે કાચા માલની ડિલિવરી કિંમત ઘટાડે છે.
ભારતના સાગરમાલા કાર્યક્રમ અને પી.એમ. ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની સાથે સીધી રીતે સંરખિતહલ્દિયા ટર્મિનલ બંને ભારતના લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા માટે મલ્ટિ મોડલ પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપે છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા આ સુવિધાનું સમર્પણ પૂર્વીય દરિયા કિનારાના આધુનિકીકરણના રાષ્ટ્રીય વ્યૂહાત્મક મહત્વને પ્રદર્શિત કરે છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com



