BANASKANTHAGUJARATPALANPUR

જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર દ્વારા સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા ખાતે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું

15 માર્ચ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત જી.ડી.મોદી કોલેજ ઓફ આર્ટ્સ પાલનપુર દ્વારા સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા ખાતે મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.આ માહિતી સાયબર ક્રાઇમ પોલીસસ્ટેશન મહેસાણાના PSI Chiragkumar H Joshi દ્વારા સાયબર ગુનાઓ, ઓનલાઈન છેતરપિંડી, સોશિયલ મીડિયા પર સાવચેતી, પાસવર્ડ સુરક્ષા તથા ડિજિટલ સલામતી જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રોગ્રામ કોલેજના આચાર્ય ડૉ. રાધાબેન પટેલના માર્ગદર્શનથી કરવામાં આવ્યો હતો. (કવચ કેન્દ્ર અંતર્ગત) સાયબર સુરક્ષા વિભાગના કો-ઓર્ડીનેટર ડૉ.જાનકીબેન પટેલ અને ડૉ.વિજય પ્રજાપતિ સાહેબના માર્ગદર્શનથી આ કાર્યક્રમમાં 23 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વ્યવહારિક જ્ઞાન મેળવ્યું હતું.

Back to top button
error: Content is protected !!