GUJARATHALOLPANCHMAHAL
હાલોલ:સન ફાર્મા કર્મચારીઓ દ્વારા સેવાકાર્ય, વાંસિયા શાળાના બાળકોને પાણીની બોટલ વિતરણ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૫.૩.૨૦૨૬
હાલોલ નજીક આવેલી સન ફાર્મા કંપનીના હાલોલ પ્લાન્ટના કર્મચારીઓએ સમાજપ્રતિ જવાબદારી નિભાવતાં અનોખું સેવાકાર્ય કર્યું હતું.કાલોલના મયંક દરજી સહિતના મિત્રો દ્વારા સંચાલિત સેવા ગ્રુપના સહયોગથી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત વાંસિયા પ્રાથમિક શાળા, તા. ડેસર ખાતે ગરીબ તથા જરૂરિયાતમંદ ૨૦૦ બાળકોને પાણીની બોટલ આપવામાં આવી હતી.આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય બાળકોમાં ઉત્સવની લાગણી જગાવી તેમને હૂંફ અને સહારો આપવાનો હતો. શાળાના પ્રિન્સિપાલ વિપુલભાઈએ આ સેવાભાવની સરાહના કરી હતી.








