AHMEDABADAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

સન્માન કરવાની સક્ષમતા એ તે કુટુંબકમની ભાવના દર્શાવે છે

શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી દ્વારા મહિલાઓનુ સન્માન

 

જામનગર (ભરત જી. ભોગાયતા )

જામનગર સ્થિત અને સાડા આઠ દાયકાથી કાર્યરત તેમજ આયુર્વેદના ઉત્કર્ષના ધ્યેય સાથે સામાજીક આયોજનો કરતી શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી દ્વારા મહિલાઓનુ સન્માન કરવાનો ગરીમામય કાર્યકમ, ગત આઠ માર્ચના વિશ્ર્વ મહિલા દિવસના રોજ લાયન્સ ક્લબ જામનગર ઇસ્ટના સહયોગ સાથે નારીશક્તિ સન્માન સમારોહનુ સ્તુત્ય આયોજન થયુ હતુ

આ પ્રસંગે વિશીષ્ટ પ્રદાન કરનાર બહેનોના સન્માન થયા હતા તેમજ બહેનો માટે જહેમત ઉઠાવતા ભાઇઓ અને સંસ્થાઓના પણ સન્માન થયા હતા.

જેમા મંચસ્થ મહાનુભાવોમાં , આરએફઓ-ખિજડીયા , દક્ષાબેન
સ્ટેજ ઉપર , લાયન્સના અમરજીતસિહ ,લાયન્સના અને પુર્વ કોર્પોરેટર, ગીતાબેન સાવલા , ITRA ડાયરેક્ટર ડો. તનુજા નેસરી, શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીના માનદ મંત્રી-આયુર્વેદ યુનિ.ના પુર્વ સેનેટ મેમ્બર કીર્તિભાઇ ફોફરીયા, લા. પ્રમુખ – રાજેશભાઈ બોરસદીયા ડો. વર્ષાબેન,પત્રકાર જગતભાઈ રાવલ,સોસાયટીના વરીષ્ઠ સભ્ય એ. કે. મહેતા તેમજ
ગોવિંદભાઈ ભાટુ રહ્યા હતા.

આ સમારોહમાં નારી શક્તિના ઉદાહરણો સાથે મહિલા સશક્તિકરણની દિશામાં મનનીય સંબોધનો થયા હતા જે મહિલાઓ માટે પ્રેરકબળ સમાન હતા. નારીની સહનશક્તિ સાથે સમજણશક્તિ તેમજ હિંમત અને એકાગ્રતા તેમજ અભ્યાસ અને દરેક ક્ષેત્રમા નોંધપાત્ર સિદ્ધિ એ હાલના સમયનુ મજબુત સામાજીક પાસુ છે.
આ પ્રસંગે મહિલા સન્માન અંતર્ગત ગીતાબેન સાવલા ,કોર્પોરેટર, ડીમ્પલબેન રાવલ , રાજશ્રીબેન પટેલ , ભાવનાબેન પરમાર ,શીતલબેન ધેલાણી , ડો. નઝમાબેન , ડો. વર્ષાબેન , ડો. તનુજા નેસરી , લાયન અમરજીતસિહ ગોવિંદભાઈ ભાટુ , ભરતભાઈ વાદી , લાયન્સ કલબ ઈસ્ટના પ્રમુખ
રાજેશભાઈ બોરસદીયા વગેરેના વિશેષ સન્માન કરાયા હતા

ઉલ્લેખનીય છે કે સન્માન કરવુ એ કુટુંબકમની ભાવના દર્શાવે છે વરસો સુધી સામાજીક બાબતોના નીરીક્ષણ કરનારા વડીલો નિષ્ણાંતો આગેવાનો જ્યારે સન્માન કરે ત્યારે તે સન્માન તે પ્રશસ્તી બહુમુલ્ય બની જાય છે શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી જેવી નગરના ગૌરવ સમાન ઐતિહાસીક સંસ્થાના આવા આયોજનો આત્મવિશ્ર્વાસ અને ગૌરવનુ સ્થાપન કરે છે.

___________________

–રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU) journalism(hindi), Industrial relation & personnel management (dr. Rajendraprasad university-mumbai)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર- 361008

8758659878

bhogayatabharat@gmail.com

 

પત્રકાર ફોર

શ્રી નૂતન સૌરાષ્ટ્ર    રાજકોટ

વાત્સલ્ય ન્યુઝ વેબ પોર્ટલ & ન્યુઝપેપર  મોરબી

જામનગર મોર્નિંગ  જામનગર

NAYA BHARAT અંગ્રેજી દૈનિક અમદાવાદ

 

Back to top button
error: Content is protected !!