MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana) :માળિયામાં જમીન પચાવી પાડવાના મામલે મીઠાના વેપારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

 

 

MALIYA (Miyana) :માળિયામાં જમીન પચાવી પાડવાના મામલે મીઠાના વેપારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ

 

​માળિયા મીયાણા: માળિયા મીયાણા તાલુકાના જાજસર ગામની સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી મીઠાનું ઉત્પાદન કરવાના ગંભીર મામલે પોલીસે એક વેપારી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



​માળિયા શહેરમાં રહેતા અને મીઠાનો વ્યવહાર કરતા હનીફભાઇ સૌકતઅલી ભટ્ટી (ઉ.વ. ૩૪) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, જાજસર ગામના સર્વે નંબર નીલ વાળી ૧૦ એકર જમીન સરકાર દ્વારા ફરિયાદીને ૩૦ વર્ષના ભાડા પટ્ટે ફાળવવામાં આવી હતી.​આ જમીન પૈકી ૦-૪૦-૨૭ ચોરસ મીટર જમીન પર આરોપી ઇકબાલ ઇલીયાસભાઈ ભટ્ટી (રહે. ભઠ્ઠી વાડા, માળિયા) એ ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો હતો. આરોપીએ આ જમીન પચાવી પાડી ત્યાં મીઠાનું ઉત્પાદન શરૂ કર્યું હતું અને લાંબા સમયથી આ ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો હતો.
​પોલીસે ​ફરિયાદના આધારે માળિયા મીયાણા પોલીસે આરોપી ઇકબાલ ભટ્ટી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે:​કલમ ૩, ૪(૧)(૩) ​કલમ ૫(ગ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને સરકારી નીતિ-નિયમોના ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!