GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસે પરીક્ષાર્થીઓને ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડીજે વગાડનાર બે ડીજે સંચાલકો સામે કાયદેસર કાર્યવાહી કરી.

 

તારીખ ૧૬/૦૩/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

હાલમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે પરીક્ષાઓ શાંત ચિત્તે અને કોઈપણ પ્રકારની ખલેલ વગર પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોટા અવાજે લાઉડ સ્પીકર, વાજિંત્રો જેવા સાધનો વગાડવા ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે શુક્રવારના રોજ ધોરણ 12 ની ચાલુ પરીક્ષા દરમિયાન એમજીએસ હાઈસ્કુલ પાસે આઇસર નંબર G J 06 AT 7469 માં મા ખોડિયાર નામનું ડીજે સિસ્ટમ ફીટ કરી ચાલુ પરીક્ષા દરમિયાન ઊંચા અવાજે વગાડી જાહેરનામાનો ભંગ કરતા આઇસર ચાલક જીગ્નેશભાઈ જીગો લાલસિંહ પટેલ રહેવાસી પ્રતાપપુરા મહેલોલ તાલુકો ગોધરા સામે તેમજ સી બી ગર્લ્સ હાઈસ્કુલ પાસે GJ 01 AT 9582 નંબર ના આઇસર પર ડીજે ઓપરેટર જીગરકુમાર વિનોદસિંહ પરમાર રે.અભેટવા તા હાલોલ એમ બે ડીજે વાળા આઇસર ડિટેન કરી કાલોલ પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!