MORBI:મોરબી તાલુકા પંચાયતના 5 વર્ષ પૂર્ણ: સાથી સભ્યોનું સન્માન અને પટાવાળાને એક્ટિવા આપી પ્રેરણાદાયી વિદાય સમારંભ યોજાયો.

MORBI:મોરબી તાલુકા પંચાયતના 5 વર્ષ પૂર્ણ: સાથી સભ્યોનું સન્માન અને પટાવાળાને એક્ટિવા આપી પ્રેરણાદાયી વિદાય સમારંભ યોજાયો.
મોરબી તાલુકા પંચાયતની બોડીના પાંચ વર્ષ પૂર્ણ થતા આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પાંચ વર્ષ દરમિયાન કામગીરીમાં સહયોગ આપનાર સદસ્યઓ, કર્મચારીવર્ગ અને વિવિધ રીતે યોગદાન આપનાર તમામ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના વિકાસ અને કામગીરીમાં સહભાગી રહેલા તમામ લોકોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મોરબી તાલુકા પંચાયત ખાતે 35 વર્ષથી પણ વધુ સમયથી પટાવાળા તરીકે આઉટસોર્સમાં ફરજ બજાવતા દિલીપભાઈના લાંબા સમયના સેવાકાર્યને માન આપી તાલુકા પંચાયત પરિવાર, તલાટી મંત્રીઓ અને કોન્ટ્રાક્ટરો તરફથી તેમને એક એકટીવા બાઈક ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ટંકારા-પડધરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ સભ્યો, જિલ્લા ભાજપ તથા તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં પ્રમુખના પરિવારજનો અને સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા.











