
વિજાપુર નગરપાલિકાના અનેક વિકાસ કામો રદ — વહીવટદારનો મહત્વનો નિર્ણય
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે મંજૂર કરાયેલા કેટલાક મહત્વના કામો હવે રદ કરવામાં આવ્યા છે. વહીવટદારના આદેશ મુજબ, વિવિધ કેન્દ્ર અને રાજ્ય પુરસ્કૃત યોજનાઓ અંતર્ગત મંજૂર થયેલા કામોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
નગરપાલિકાના વહીવટદારના જણાવ્યા મુજબ, સરકાર પાસેથી મળતા અનુદાનો અને આવનારા ફંડના આધારે શહેરના વિકાસ માટે પ્રાથમિકતા મુજબ કામોનું આયોજન કરવામાં આવ્યું હતુ. મ્યુનિસિપલ ઈજનેર દ્વારા રજૂ થયેલા પ્રસ્તાવને આધારે અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 ની કલમ 87 મુજબ વિકાસ ના કામો ના ઠરાવો રદ કરવા નો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં બાપુના મહોલ્લામાં પેવરબ્લોક અને સી.સી. રોડનું કામ આ વિસ્તારમાં જરૂરીયાત ન હોવાને કારણે તેમજ મહાલક્ષ્મી સોસાયટી ગેટથી ટી.બી. સર્કલ સુધીનો સી.સી. રોડ ની કામગીરી તેમજ
રામબાગ ગેટથી ટી.બી. સર્કલ સુધીનો પી.સી. રોડ — ચાલુ કામગીરી હોવાથી તેમજ ગોવિંદપુરા તળાવ ડેવલપમેન્ટ કામ પણ હાલ માટે સ્થગિત હોવાથી તેમજ કુમારશાળાથી તાલુકા પંચાયત સુધીનો ડામર રોડ તેમજ રેફરલ હોસ્પિટલથી ચક્કર સુધીનો ડામર રોડના કામો બંધ રાખવામાં આવ્યા છે. આ અંગે નગરપાલિકા ના સૂત્રો અનુસાર આ મુખ્ય કામો રદ કરવાનો કારણ કેટલાક વિસ્તારોમાં આ કામોની તાત્કાલિક જરૂરિયાત ન હોવા, તેમજ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (2023-24 અને 2024-25) હેઠળ મળેલી ગ્રાન્ટનો ઉપયોગ “ડોર ટુ ડોર કચરા સંકલન” જેવી જરૂરી સેવાઓ માટે કરવાનું પ્રાથમિકતા આપવામાં આવતા આ નિર્ણય લેવાયો છે.
જેમાં તા. 23/12/2025ના ઠરાવ નંબર 30 મુજબ નક્કી કરાયેલા કામોમાંથી પણ કેટલાક કામો રદ કરવામાં આવ્યા છે. કુલ મળીને અનેક પ્રોજેક્ટ્સને સ્થગિત કરીને નગરપાલિકા હવે તાત્કાલિક જરૂરી સેવાઓ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે.આ નિર્ણયથી શહેરના વિકાસના આયોજનમાં ફેરફાર થશે, અને આગામી સમયમાં નવી પ્રાથમિકતાઓ સાથે કામો હાથ ધરવામાં આવશે.




