MORBI:મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત:રૂ15.57 કરોડના ખર્ચે નવી પાઈપલાઈનનું કામ પ્રગતિ હેઠળ

MORBI:મોરબીના પંચાસર વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાનો આવશે કાયમી અંત: ₹15.57 કરોડના ખર્ચે નવી પાઈપલાઈનનું કામ પ્રગતિ હેઠળ
મોરબી શહેરના પંચાસર વિસ્તારમાં વર્ષો જૂની પાણીની પાઈપલાઈનને કારણે પાણી ન આવવાની ફરિયાદ મોરબી મહાનગરપાલિકાની કચેરી ખાતે આવતી હતી જેને દૂર કરવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૧૫.૫૭કરોડ ના ખર્ચે નવી DI ની પાઇપલાઇન નું નેટવર્ક નાખવમાં આવશે.
ભવિષ્યની જરૂરિયાત: આ પ્રોજેક્ટ આગામી ૩૦ વર્ષની (વર્ષ ૨૦૫૬ સુધીની) વસ્તી અંદાજે ૧,૦૦,૪૩૮ ને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
નવું પાઈપલાઈન નેટવર્ક: પંચાસર હેડવર્સથી કુલ અંદાજે ૫૮.૭ કિમી લાંબી નવી DI પાઈપલાઈન નાંખવામાં આવશે જેમાં જુદા જુદા વ્યાસ ધરાવતી પાઈપલાઈન નાખવામાં આવશે. જેથી લોકો ને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે. આ પ્રોજેક્ટ ની કામગીરી શરુ થઇ ગયેલ છે અને ૨.૩ કિમી લાઈન નાખવાની કામગીરી પુર્ણ કરેલ છે.
વિતરણ વ્યવસ્થા: સદર પ્રોજેક્ટ અંતર્ગત નવા સ્લુઈસ વાલ્વ નાખવામાં આવશે જેથી પાણી પુરતા ફોર્સ થી અને પુરતા જથ્થામાં મળી રહે.પાણીનો જથ્થા: રહેણાક વિસ્તારામાં વ્યક્તિદીઠ ૧૩૫ લિટર (LPCD), કામશિયલ માટે ૭૦ લિટર અને ફ્લોટિંગ વસ્તી માટે ૨૦ લિટર પાણીની દૈનિક જરૂરિયાત મુજબ આયોજન કરીને આ પ્રોજક્ટ હાથ ધરવામાં આવ્યો છે.પંચાસર વિસ્તારમાં પાઈપલાઈન નેટવર્ક જુનું થઇ ગયેલ હોવાથી તેમજ વસ્તી વધારા ના કારણે છવાડાના વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટે કલાકો સુધી પમ્પિંગ કરવું પડે છે અને તેમ છતાં પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. આ નવી યોજનાથી દરેક ઘરને પૂરતા અને સુદ્ધ પીવાનું પાણી પુરતા પ્રમાણ સાથે નિયમિત પાણી મળી રહેશે.










