AHAVADANGGUJARAT

નવસારીના બી.આર.ફાર્મ ખાતે ૨૧ અને ૨૨ માર્ચે મિલેટ મહોત્સવ યોજાશે; કમિશનર દેવ ચૌધરીના અધ્યક્ષતામા બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારીમાં મિલેટ મહોત્સવ ખેડૂતોને માર્ગદર્શન અને આવક વૃદ્ધિ તરફ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. International Year of Millet – 2023 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મિલેટ (શ્રીધાન્ય) અંગે માર્ગદર્શન આપવા, પ્રાકૃતિક કૃષિ દ્વારા ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા, આધુનિક તકનીકોનો ઉપયોગ વધારવા તેમજ મિલેટ્સના વાવેતર વિસ્તાર અને મૂલ્યવર્ધન દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય તે હેતુસર વર્ષ ૨૦૨૫-૨૬ માટે “મિલેટ ડેવલોપમેન્ટ યોજના” અમલમાં મુકવામાં આવી છે.

આ યોજનાના ભાગરૂપે રાજ્યની કુલ ૧૭ મહાનગરપાલિકાઓ ખાતે “મિલેટ મહોત્સવ” યોજાનાર છે જે અંતર્ગત આગામી ૨૧ અને રર માર્ચેના રોજ નવસારી મહાનગરપાલિકાના ઇટાવાળા છાપરા રોડ સ્તિથ બી.આર. ફાર્મ ખાતે મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ મહોત્સવમાં નવસારી તેમજ આસપાસના જિલ્લાઓમાંથી 30થી વધુ સ્ટોલ્સ સ્થાપિત કરવામાં આવશે જેમાં મિલેટ આધારિત ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી, તેમજ કૃષિ સંબંધિત નવીન તકનીકોનું પ્રદર્શન કરવામાં આવશે.

મિલેટ મહોત્સવના સુચારૂ આયોજન અર્થે નવસારી મહાનગરપાલિકાના કમિરનર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકા ભવનના સભાખંડ ખાતે અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમના આયોજન માટે જરૂરી માર્ગદર્શનો આપવામાં આવ્યા હતા. આ મિલેટ મહોત્સવ ખેડૂતો, ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકો માટે ઉપયોગી સાબિત થશે તથા મિલેટ્સ પ્રત્યે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.™

નવસારી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોનેઆ મિલેટ મહોત્સવમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈ મિલેટ્સના ફાયદાઓ અંગે માહિતી મેળવી તેનો લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!