GUJARATHALOLPANCHMAHAL

હાલોલ શહેરમાં શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ટાઉન પોલીસે ઝડપી પાડ્યા

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૩.૨૦૨૬

પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધ્વારા જિલ્લામાં શરીર સંબંધિત ગુનાઓ અટકાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. જાડેજાએ કામગીરી હાથ ધરી હતી.તે મુજબ સર્વેલન્સ ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. ઝાલા અને વી.આર. દામા સહિત પોલીસ સ્ટાફે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના અંતર્ગત કાર્યવાહી કરી હતી.જેમાં આવા ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડી તેમની અટકાયત કરવામાં આવી છે.પકડાયેલા આરોપીઓમાં ધવલભાઈ રાજુભાઈ બારોટ અને રાજેશભાઈ અજયભાઈ બારોટનો સમાવેશ થાય છે.પોલીસ દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનાની વધુ તપાસ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

Back to top button
error: Content is protected !!