GUJARATTHARADVAV-THARAD

થરાદના કરબુણ ગામે ખેડૂતની હત્યા અજાણ્યા શખ્સે રાત્રી દરમિયાન અંજામ આપ્યો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

થરાદ તાલુકાના કરબુણ ગામે રાત્રીના સમયે એક હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે, જેમાં અજાણ્યા શખ્સ દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

મળતી માહિતી મુજબ, મૃતકનું નામ રણછોડજી ભોમજી ચૌહાણ (ઉમર આશરે 45 વર્ષ) હોવાનું જાણવા મળ્યું છે. તેઓ ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના પરિવારમાં બે દીકરાઓ હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તપાસનો દોર ઝડપી બનાવવામાં આવ્યો છે અને અજાણ્યા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈ ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Back to top button
error: Content is protected !!