દેવભૂમિ દ્વારકા જીલ્લાના મથક જામખંભાળીયાના હાલ ચાલ

સીનીયર મોસ્ટ પત્રકાર હીતેન્દ્રભાઇ આચાર્ય નીયમિત રીતે જામખંભાળીયા સહિત જિલ્લાના વિવિધ સમાચારો તૈયાર કરતા હોય છે માધ્યમોને પુરાપાડતા રહે છે
જામનગર (ભરત ભોગાયતા)
@દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ના રચનાબેન મોટાણી રાજ્ય ભાજપ મહિલા મોરચાના ખજાનચી બન્યા રચનાબેનનો પરીવાર જામખંભાળીયા સહીત સમગ્ર પંથકમા સારી નામના ધરાવે છે તેમજ સમર્થકોનુ પણ બહોળુ ગૃપ છે કોષાધ્યક્ષ જેવી મહત્વની જવાબદારી તેઓને સોપાઇ હોઇ ભાજપ પ્રદેશ મહીલા મોરચામા તેઓ સુપેરે નિભાવે તે માટેવખુબ ખુબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવાઇ રહી છે રચનાબેન મહીલા સશક્તીકરણ નુ પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમજ યુવાન વયે જ ધીરજ કેળવી સંગઠનાત્મક પ્રવૃતિ નગરપાલીકા સંચાલન વગેરેમા ખુબ નીપુણ રહયા છે
💐🌹💐🌹💐
@જામનગર જિલ્લા સહકારી બેંકની વાર્ષિક સભામાં ખંભાળિયાના સાંસદ જીતેન્દ્ર કણજારીયા નું સન્માન થયુ હતુઆ પ્રસંગે સંસદસભ્ય પુનમબેન માડમ , ચેરમેન જીતેન્દ્ર એચ. લાલ , હાપા યાર્ડના ચેરમેન મુકુંદભાઇ સભાયા અને ડાયરેકટર તેમજ આગેવાનો ઉપસ્થીત રહયા હતા ઉળેખનીય છે કે જામખંભાળીયા મા રાજયસભાના સાંસદ જિતેન્દ્રભાઇનુ ઉમળકાભેર અદકેરૂ સન્માન કરાયુ હતુ
તેઓએ નવીદીલ્હી ખાતે રાજય સભાના સભ્યના શપથ વખતે જતી વખતે ભારતની લોકશાહીના મંદીર એવા સંસદભવનને માથુ ટેકવી પ્રણામ કર્યા હતા. પુર્વ ધારાસભ્ય , જામનગર જીલ્લા ભાજપ ના પુર્વ પ્રમુખ રહેલા મેઘજીભાઇ કણઝારીયાનુ ભાજપમા નોંધપાત્ર પ્રદાન રહયુ છે માટે તેઓની હયાતી બાદ પણ તેઓના સુપુત્રને સંગઠનએ જનસેવાની શાસક તરીકેની સારી તક આપી છે જીતેન્દ્રભાઈ ખૂબ જ સાલસ સ્વભાવના મળતાવડા અને મીતભાષી છે તેમજ નવુ નવુ શીખવામા જાણકારી મેળવવામા રૂચી ધરાવે છે
@ભાણવડ પાસે ના ત્રિકમાચાર્ય આશ્રમે ભાજપનો બે દિવસનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો ભાણવડ શહેર અને તાલુકો જોડાયા
સ્થાનીક સ્વરાજયમા જંગી લીડ મેળવી ફરીથી સતા સંભાળતા ભાજપએ નગરપાલીકા અનેબપંચાયત સભ્યોને સ્થાનીક સ્વરાજય વિષે માહીતીઓ આપી ફરજ અને જવાબદારીઓ સમજાવી તેમજ જનસંપર્ક કરવો તે વખતે રજુઆતો સાંભળવી વગેરે બાબતો ઉપરાંત ભાજપની રાષ્ટ્રભાવના સાંસ્ક્રતીક રાષ્ટ્રવાદ એકાત્મ માનવવાદ છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડવા વગેરે બાબતે નીષ્ણાંતોના પ્રવચનો રખાયા છે
@ખંભાળિયા ગંદકી કચરાના ઢગલા થી માખી મચ્છરોથી ઉભરાતું શહેર સરકારી દવાખાને દર્દી 800 રોજના સંખ્યાએ પહોંચ્યાછે એ ગ્રેડની આ નગરપાલીકા માટે નોંધપાત્ર ગ્રાંટ આવે છે તેમજ આયોજન ના માર્ગદર્શનો પણ મળે છે છતાય મ્યુનીસીપાલીટી એક્ટ મુજબ શુધ્ધ પીવાનુ પાણી સફાઇ સ્ટ્રીટ લાઇન રોડ સુચારૂ ડ્રેનેજ સુવિધાસભર ડીસ્ચપેન્સરી ફાયરસેફટી પશુઓ અને કુતરાઓનુ નીયંત્રણ પણ નીયમીત કરાતુ નથી પીવાના દુષીત પાણી ઉભરાતી ગટરો ઠેર ઠેર ગંદકી વગેરેથી રોગજન્ય કીટાણુ વધ્યા હોઇ પાણીના કારણે લોકોને પેટ ચામડી વગેરે રોગો તો જંતુજન્ય અન્ય રોગો પણ થયાના કેસ નોંધાવા લાગ્યા છે તેમજ વૃક્ષારોપણ જ પરયાવરણ જતન નથી સ્વચ્છ રોડ રસ્તા વિસ્તાર દવા છંટકાવ સ્વચ્છ પાણી પ્રોપર ડ્રેનેજ સીસ્ટમ વગેરેથી પણ લોકોને રાહત થાય તેવુ વાતાવરણ બને છે આ તો લોકોએ જવાબદારી સોપી અને વિશ્ર્વાસ સોપ્યો જેથી નાગરીકો તેમના ધંધા રોજગાર વગેરેમા ધ્યાન આપી શકે પરંતુ એક તરફ સુધરાઇ ઠોસ કામ ન કરતા તે હાલાકીઓની રજુઆતો તણાવ વગેરેમા નાગરીકોનુ આઉટપુટ ઘટે છે તંત્રની આ બેદરકારી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભારતના ફીટ ઇન્ડીયા ‘ આત્મનિર્ભર ભારત કે સ્વસ્થ ભારત વગેરે અભિયાન ને નબળા પાડે છે મુખ્યમંત્રીએ સેવા સમર્પણ સંકલ્પનુ કહ્યુ છે તેનુ પાલન કરી શકીએ છીએ તે મંથન શાસકોએ પ્રશાસકોએ કરવુ ઘટે છે જેમકે ખંભાળિયામાં ચાર રસ્તા પાસે પાણીની લાઈન તૂટતા રોજ પાણી ઉભરાતા દુકાનદારો પરેશાન છે

@ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ કર્મીઓ હોમગાર્ડ તથા જી.આર.ડી ના જવાનો માટે સ્કીલ એન્ડ બિહેવિયર સેમિનારનું ખાસ આયોજન કરાયું હતુ લોકોના જાન માલ ની રક્ષા અને કાયદાઓના પાલન કરાવવાની ફરજ નીભાવતા દરેક જવાન સરહદ પરના જવાન જેટલા જ મહત્વના છે હાલના સમયમા ક્રાઇમ હવે સોસાયટીઓની અંદર ગળી ગયુ છે જ્યા હોય ત્યા સૌ ને ઉકળાટ છે અને જાહેરમા બખેડો તો કોમન થય ગયા તો વળી વીડીયો બનાવી વહેતા કરવા આર્થીક છેતરપીંડી ઉચાપત ફરજમા ગાફેલીયત વાહનો જેમબતેમ ચલાવવા દબાણ કરવા ન્યુસન્સ કરવા અન્યની મિલકત ને નુકસાન પહોંચાડવુ વગેરે અસ્ખ્ય બાબતો હાલના સમયમા વધી છે કેમકે ધીરજ સંતોષ અને સહ્મદયતા ગાયબ થઇ ગઇ છે આવા સંજોગોમા અટકાયતી પગલા લઇ પોલીસ ખુબ જ જહેમત ઉઠાવે છે સેવા સુરક્ષા અને શાંતી માટે ગુજરાત પોલીસ અવિરત કાર્યરત છે ત્યારે વધતા ઘર્ષણો ટાળવા સ્કીલફુલ પગલા લેવા પડે એ સ્વાભાવીક છે તેમજ પોલીસ હોમગાર્ડ જીઆરડી વગેરેને બીહેવીયર તાલીમ આપવામા આવી છે આજકાલ આપણે બહુ સાંભળીએ છીએ કે ફલાણા/ફલાણી મા બહુ એટીટયુડ છે……..હરરાજી થાય તો ભાવ ન બોલાય એક બે ત્રણ એમનમ થય જાય છતાય જેને કહેવાય કે માટી એર લઇ જતા હોય છે શું આપણે કેમ વાત કરવી કઇ જગયાએ કઈ વાત કરવી કેમ લોકોમા એક સારી છાપ જાળવીએ ……તેવુ ઘણુ બધુ ખુટે છે પરીવારના સભ્યોના સામસામા અહંકારવટકરાય છે આવી અનેક બાબતોથી નાની મોટી ફરીયાદો ઉભી થાય આગળ જતા કયારેક બની જાય એવુ તો ઘર્ષણ ટાળવા લોકોને બીહેવીયર એટલે કે વર્તન અંગે શીખવવુ પડે એ પોલીસનો જનતા પ્રત્યે મીત્ર તરીકેનો રોલ છે વળી કોઇ કોઇ પોલીસ કર્મી જ ઘણી વખત પંચમસુરથી જ વાત કરતા હોય છે તો જાણી લેવુ ઘટે કે સમાજમા બધાજ ગુનેગાર નથી હોતા માટે બે પાંચ ટકા ગુનેગારો હોય અને બાકી જનતા પણ ઘંટુડાની જેમ દળાય તે ન ચાલેવતે માટે શ્રેષ્ઠ ફરજ આદર્શો શિખવાડવામા આવ્યા છે સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા શાર્પનેશ આવે છે અને જોવા થી સાંભળવાથી પણ ઘણુ જાણવા મળે અનેવપરીસ્થીતી મિજબ નીર્ણય લઇ શકાય છે
____________________
રીગાર્ડઝ
ભરત જી. ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
b.sc.,ll.b.(+special),dny (GAU), journalism (hindi), ind.rltn &prsnl mamg ( dr rajendraprasad university)
8758659878
bhogayatabharat@gmail.com








