GUJARATMORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર: વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર પાસે જુગાર રમતા ૫ શખ્સો રૂ. ૧.૦૫ લાખની રોકડ સાથે ઝડપાયા

 

WAKANER:વાંકાનેર: વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર પાસે જુગાર રમતા ૫ શખ્સો રૂ. ૧.૦૫ લાખની રોકડ સાથે ઝડપાયા

 

 

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે પેટ્રોલીંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. તાલુકાના વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર વિસ્તારમાં જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમી રહેલા પાંચ ઇસમોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂપિયા ૧,૦૫,૦૦૦/- ની રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે.

મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી અર્થે પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન વીડી જાંબુડીયા ગામની ખાંભાવાળી ધાર વિસ્તારમાં આવેલી વિશાલભાઈ રાણાભાઈ કાંજીયાની વાડી પાસે કેટલાક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તાકીદે રેઇડ પાડી જુગાર રમતા પાંચેય શખ્સોને દબોચી લીધા હતા.

પોલીસે સ્થળ પરથી  પાંચ ઇસમોની અટકાયત કરી છે:૧. વિશાલભાઈ રાણાભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા ગામની સીમ, તા. વાંકાનેર) ૨. હમીરભાઈ હિરાભાઈ ગમારા (રહે. પલાસ, તા. વાંકાનેર) ૩. જગમાલભાઈ રણછોડભાઈ શેટાણીયા (રહે. વીડી જાંબુડીયા, તા. વાંકાનેર) ૪. વિપુલભાઈ ગોરધનભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા, તા. વાંકાનેર)૫. દસરથભાઈ દિનેશભાઈ કાંજીયા (રહે. વીડી જાંબુડીયા, તા. વાંકાનેર) પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમની આ કામગીરીથી સ્થાનિક સ્તરે જુગારની પ્રવૃત્તિ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!