ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાજકીય ગરમાવો,ભાજપના મેન્ડેટના વિરુદ્ધ જઈ યોજાઈ ચૂંટણી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણીમાં રાજકીય ગરમાવો,ભાજપના મેન્ડેટના વિરુદ્ધ જઈ યોજાઈ ચૂંટણી


અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપના મેન્ડેટના વિરુદ્ધ જઈ કેટલાક ડિરેક્ટરોએ મતદાન કરતા ચૂંટણી રસપ્રદ બની હતી.માહિતી મુજબ, ભાજપના મેન્ડેટમાં કિરીટભાઈ પટેલનું નામ જાહેર થતા કેટલાક ડિરેક્ટરોમાં અસંતોષ થયો, જેના કારણે ચેરમેન પદ માટે ચૂંટણી યોજવાની ફરજ પડી હતી. જિલ્લા રજિસ્ટ્રાર તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.ચેરમેન પદ માટે પંકજભાઈ પટેલ અને કિરીટભાઈ પટેલ વચ્ચે સીધી ટક્કર થઈ હતી. મતદાનના અંતે પંકજભાઈ પટેલને 9 મત મળ્યા હતા જ્યારે કિરીટભાઈ પટેલને 7 મત મળતા પંકજભાઈ પટેલ ખેડૂત વિભાગમાંથી ચેરમેન તરીકે વિજેતા જાહેર થયા હતા.જ્યારે વેપારી વિભાગમાંથી રાકેશભાઈ પટેલ વાઇસ ચેરમેન પદ માટે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.ચૂંટણીના પરિણામ બાદ વિજેતા ઉમેદવારોના સમર્થકો અને માર્કેટયાર્ડના ડિરેક્ટરોએ ઉજવણી કરી વિજયનો આનંદ વ્યક્ત કર્યો હતો. પરંતુ જે પ્રકારે મોડાસા માર્કેટ યાર્ડમાં મેન્ડેડ વિરુદ્ધ જઈ જે રીતે ચૂંટણી યોજાઈ જેને લઇ હવે રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે

Back to top button
error: Content is protected !!