GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ,ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત ચશ્માનું વિતરણ કરાર્યું.

 

 

MORBI:મોરબીમાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ,ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત ચશ્માનું વિતરણ કરાર્યું.

 

મોરબી,રાજકોટ અને જામનગર જિલ્લામાં પ્રોજેક્ટ દ્રષ્ટી અંતર્ગત સ્પષ્ટ દ્રષ્ટિ, ઉજ્જવળ ભવિષ્ય,આંખોમાં ઉજાસ આંજવાનો અવસરના હેતુ સાથે નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ,ભારત કેર અને HDFC બેંકના સહયોગથી ત્રણ જિલ્લા મોરબી,રાજકોટ અને જામનગરની જુદી જુદી શાળાઓમાં 30094 ત્રીસ હજાર ચોરાણું બાળકોની આંખોની દ્રષ્ટિનું સ્કીનિગ કરવામાં આવ્યું જેમાંથી 5190 પાંચ હજાર એકસો નેવું વિદ્યાર્થીઓને ચશ્માના ચશ્માના નંબર આવ્યા એ પૈકી મોરબી જિલ્લાના 1398 વિદ્યાર્થીઓ માટે ચશ્મા વિતરણ કરવાનો કાર્યક્રમ મોરબીની ટી.કે.હોટેલ ખાતે યોજાઈ ગયો આ પ્રસંગે ડૉ.હરીપ્રકાશ હડિયલ ટ્રષ્ટિ નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ દ્વારા જણાવાયું કે દર 100 બાળકોએ મોરબી જિલ્લામાં 14% જેટલા બાળકો દ્રષ્ટિની ક્ષતિ ધરાવે છે રાજકોટ અને જામનગર જિલ્લામાં 20% જેટલા અને ત્રણેય જિલ્લામાં સરેરાશ 17.25 જેટલા બાળકો આંખની ક્ષતિ ધરાવે છે. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે નિઃશુક ચશ્માનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં ડો. હરીપ્રકાશ હડિયલ ટ્રષ્ટિ નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ ડો.ગૌરવ શુકલ સિનિયર પ્રોગ્રામ ઓફિસર ડો.અશ્વિનભાઈ નકુમ
વ્હાબભાઈ જીંદાણી ઓપથોમેટ્રિસ ડો.સંજય શાહ આરસીએચઓ કમલેશ મોતા જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વગેરેના વરદ હસ્તે મોરબી જિલ્લાની 40 જેટલી સરકારી પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળાઓના પ્રિન્સિપાલને 1398 એક હજાર ત્રણસો અઠ્ઠાણું વિદ્યાર્થીઓને ચશ્માના બોક્સ અર્પણ કર્યા હતા આ પ્રસંગે કમલેશ મોતા જિલ્લા શિક્ષણાધિકારી-મોરબી ડૉ. સંજય શાહ આરસીએચઓએ પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા અને નિરામયા ચેરીટેબ ટ્રસ્ટ સંસ્થાની કામગીરીને બિરદાવી હતી,ત્યારબાદ ડો. હરી પ્રકાશ હડિયલે ટ્રષ્ટ દ્વારા થતી પ્રોજેકટ દ્રષ્ટિ,ઓરલ કેન્સર,એનિમિયા,આર્ટિફિશિયલ હાથ વગેરે પ્રોજેકટ પર થતી કામગીરી વિશે વિસ્તૃત રજુઆત કરી હતી ત્યારબાદ ડો.ગૌરવ શુકલાએ પણ પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત થયેલ કામગીરીની વિગતો આપી હતી,સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા સંસ્થાના તમામ કર્મઠ કર્મયોગીઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!