
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે આધ્યાત્મિક કાર્યક્રમનો ભવ્ય આરંભ,ગાયત્રી ચેતના કેન્દ્ર મોડાસા ખાતે પ્રારંભ
ચૈત્રી નવરાત્રિના પાવન અવસર પર મોડાસા સ્થિત ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આજથી નવ દિવસીય વિશેષ આધ્યાત્મિક કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે
આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય રાષ્ટ્ર જાગરણ, વિશ્વ કલ્યાણ તેમજ દુષ્ટ પ્રવૃત્તિઓના ઉન્મૂલન અને સદપ્રવૃત્તિઓના સંવર્ધન તરીકે નક્કી કરવામાં આવ્યું છે. કાર્યક્રમ દરમિયાન દરરોજ ગાયત્રી ચાલીસાનું પાઠ તેમજ ગાયત્રી મંત્રના જાપ સાથે તપ અને સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે.આ નવ દિવસીય અનુષ્ઠાનમાં ભક્તો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરી રહ્યા છે,કાર્યક્રમની પૂર્ણાહુતિ નવરાત્રિના અંતિમ દિવસે વિશેષ પૂર્ણાહુતિ યજ્ઞ દ્વારા કરવામાં આવશે. આ યજ્ઞ દરમિયાન રાષ્ટ્રના કલ્યાણ માટે વિશેષ આહુતિઓ અર્પણ કરવામાં આવશે અને રાષ્ટ્ર સમૃદ્ધિ, શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના સાથે ભવ્ય પૂર્ણાહુતિ કરવામાં આવશે.આ પ્રસંગે આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે, આવા આધ્યાત્મિક કાર્યક્રમો સમાજમાં સકારાત્મકતા ફેલાવવા અને માનવ મૂલ્યોને મજબૂત બનાવવા માટે અત્યંત જરૂરી છે.





