AHAVADANGGUJARAT

નવસારીના લૂન્સિકુઇ મેદાન ખાતે રૂ. પ.૬ કરોડના ખર્ચે અત્યાધુનિક ‘સ્પોર્ટ્સ અરેના’ અને સિન્થેટિક ટ્રેકનું નિર્માણ પૂરજોશમાં.

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસારી શહેરના રમતવીરો, યુવાનો અને રમતગમતના શોખીનો માટે એક અત્યંત આનંદના સમાચાર છે. શહેરના ખેલાડીઓને પ્રોત્સાહન આપવા અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઘરઆંગણે પૂરી પાડવાના ઉમદા હેતુથી, નવસારી મહાનગરપાલિકા (NMC) દ્વારા ઐતિહાસિક લૂન્સિકુઈ મેદાન ખાતે એક નવો અને અત્યાધુનિક સિન્થેટિક ટ્રેક તથા મલ્ટી-સ્પોર્ટ્સ અરેના બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે રૂ.૫.૬ કરોડના માતબર ખર્ચે તૈયાર થનાર આ સ્પોર્ટ્સ પ્રોજેક્ટની કામગીરી હાલ પ્રગતિમાં છે. કામગીરીની વર્તમાન સ્થિતિ અંગે વાત કરીએ તો, હાલ મેદાનમાં રોડ લેવલ સુધી માટી પુરાણ (લેવલિંગ) ની કામગીરી ચાલી રહી છે અને પ્રોજેક્ટનું અંદાજિત ૧૫% જેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ નવા સ્પોર્ટ્સ સંકુલમાં ખેલાડીઓની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ ઇન્ડોર અને આઉટડોર સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યું છે: મેદાનમાં એથ્લેટ્ ૪૦૦ મીટરનો સિન્થેટિક ટ્રેક બનાવવામાં આવશે. ડે-નાઈટ સુવિધા પણ વધશે શહેરના જે નાગરિકો કે યુવાનો દિવસ દરમિયાન સમય ન ફાળવી શકતા હોય, તેઓ રાત્રિના સમયે પણ રમતગમતનો આનંદ માણી શકે અને પ્રેક્ટિસમાં કોઈ અંધારાનો અવરોધ ઊભો ન થાય તે માટે મેદાનમાં ઉચ્ચ ગુણવત્તાવાળી શક્તિશાળી હેલોજન ફ્લડ લાઇટ્સ (Flood Lights) પણ લગાવવામાં આવશે. લૂન્સિકુઇ મેદાન ખાતે બની રહેલો આ પ્રોજેક્ટ નવસારીના આધુનિકીકરણ અને રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક કદમ સાબિત થશે, જે આવનારા સમયમાં શહેરમાંથી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં મહત્વનો ભાગ ભજવશે.

Back to top button
error: Content is protected !!