નાના બાળકોએ આખા મહિના ના રોઝા રાખ્યા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના સબ જેલ પાસે હબીબ પાર્ક, માં ત્રણ નાનકડા બાળકો દ્વારા ઈસ્લામ ધર્મના પવિત્ર મહિને અનોખું સમર્પણ દેખાયું છે. ફારૂકી અસદઅલી મહેફૂઝઅલી (ઉંમર 10 વર્ષ), સૈયદ મોહમ્મદઅલી ઈરફાનઅલી (ઉંમર 10 વર્ષ) અને ફારૂકી આમેના મહેફૂઝઅલી (ઉંમર 8 વર્ષ)એ રમઝાનના પવિત્ર આખા મહિના દરમિયાન રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. નાના બાળકોએ 30 દિવસ સુધી સતત ભૂખ અને તરસને ઇબાદત બનાવી રોજ કરીને અલ્લાહની બરગાહમાં ઇબાદત કરી હતી. માત્ર 8 વર્ષની નાની બહેન આમેનાએ પણ પોતાના મોટા ભાઈઓની સાથે તમામ રોજા પૂર્ણ કર્યા હતા.
તેમના સમર્પણ અને ધર્મપ્રતિષ્ઠા દ્વારા સમગ્ર પરિવાર અને સમુદાય ગૌરવ અનુભવી રહ્યો છે. આ નાનકડા રોજેદારો આજે સમસ્ત ભરૂચ માટે પ્રેરણાનું દીપક બની પ્રગટ્યા છે. તેમની કઠિન ઈબાદત દર્શાવે છે કે સાચી શ્રદ્ધા માટે ઉંમર મહત્વની નથી, પરંતુ હૃદયની શુદ્ધતા જરૂરી છે. સમાજના લોકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે.




