GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં 9 વર્ષીય હસનનો અનોખો જઝ્બો – રમઝાનના પૂર્ણ રોજા રાખતા મસ્જિદમાં સન્માન

ખેરગામમાં 9 વર્ષીય હસનનો અનોખો જઝ્બો – રમઝાનના પૂર્ણ રોજા રાખતા મસ્જિદમાં સન્માન

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

ખેરગામ ખાતે મુસ્લિમ સમાજના પવિત્ર રમજાન માસ દરમિયાન એક નાનકડા બાળકે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખેરગામના અઝીઝભાઈ ક્વોરીવાળા પરિવારના નવ વર્ષીય હસન મોહસીન શેખે પ્રથમવાર રમઝાન માસના તમામ રોજા પૂર્ણ કર્યા છે.હસને માત્ર રોજા જ રાખ્યા નથી પરંતુ ત્રણ દિવસ સુધી સતત મસ્જિદમાં બેસીને ખુદાની બંદગી પણ કરી હતી, જે તેની શ્રદ્ધા અને સંસ્કારનું પ્રતિબિંબ છે. ઈદનો ચાંદ દેખાતા, મુસ્લિમ સુન્નત જમાતના આગેવાનો દ્વારા મસ્જિદમાં તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.નવ વર્ષની નાની ઉંમરે આવા ઉમંગ અને લગન સાથે ઈબાદત કરતા હસનને જોઈ તેના માતાપિતાએ ગૌરવ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સમાજમાં પણ પ્રસન્નતા છવાઈ ગઈ હતી અને બાળકના સંકલ્પને સૌએ બિરદાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!