GUJARATHALOLPANCHMAHAL

હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વની આનંદ ઉત્સાહના વાતાવરણ ઉજવણી કરાઈ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૩.૨૦૨૬

હાલોલ શહેરમાં સિંધી સમાજ દ્વારા આજે શુક્રવારે ચૈત્રસુદ બીજ ના દિવસે ચેટીચાંદ પર્વની ઉજવણી આણંદ ઉત્સાહ અને ભક્તિસભર વાતાવરણ માં કરવામાં આવી હતી.આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા, સિંધી સમાજના તેજસ્વી તારલાઓ નું સન્માન સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા.હાલોલ શહેરના કંજરી રોડ પર આવેલ ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં વહેલી સવારથી ઉપસ્થિત રહી ભગવાનની પૂજા અર્ચના પ્રાર્થના ભજન કીર્તન કરી ભક્તિસભર વાતાવરણમાં સિંધી સમાજના મહાપર્વ એવા ચેટીચાંદ અને નવા વર્ષની ઉજવણી રંગે ચગે કરાઈ હતી.ચેટીચાંદના પાવન અવસરે નગરના કંજરી રોડ પર આવેલ શ્રી ઝૂલેલાલ મંદિર ખાતે નગરના સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે શ્રી ઝૂલેલાલ ભગવાનની પૂજા અર્ચના કરી સિંધી સમાજના તમામ લોકોએ હર્ષ ઉલ્લાસ પૂર્વક સાથે ચેટીચાંદ અને નવું વર્ષ ઉજવ્યું હતું.બપોરે સિંધી સમાજના તેજસ્વી તારલા ઓનું સન્માન કરી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જયારે સાંજે 6.00 કલાકે ભવ્ય શોભાયાત્રા ઝુલેલાલ મંદિર ખાતેથી નીકળી હતી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. જ્યારે ઝુલેલાલ ભગવાનના જય ઘોષ સાથે શોભાયાત્રામાં જોડાયેલા સિંધી સમાજના મહિલા પુરુષોએ ભગવાનના સ્તુતિગાન કરતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જવા પામ્યું હતું.જેમાં ભારે ધાર્મિક વાતાવરણમાં યોજાયેલી શોભાયાત્રામાં નગરના સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો મહિલાઓ પુરુષો અને બાળકોએ આનંદ ઉત્સાહ નાં વાતાવરણમાં ચેટીચંદ પર્વની ઉજવણી કરી હતી.

Back to top button
error: Content is protected !!