GUJARATHALOLPANCHMAHAL

હાલોલમાં હાદી વસીમ સરજોન અને માહિરાબાનું રાજાએ રમઝાન માસના તમામ 30 રોઝા રાખી ખુદાની બંદગી કરી,પરીવારજનોએ શુભેચ્છાઓ પાઠવી 

 

રિપોર્ટર.કાદીર દાઢી.હાલોલ

તા.૨૦.૩.૨૦૨૬

હાલોલ શહેરના પાવાગઢ રોડ ખાતે રહેતો નવ વર્ષીય હાદી વસીમ સરજોન અને લીમડી ફળિયા ખાતે અગિયાર વર્ષીય માહિરાબાનું મેહમુદ રાજા આ બંને નાના ભૂલકાઓએ પોતાની જિંદગીમાં રમજાન માસના તમામ 30 રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી.મુસ્લિમ સમુદાયના રમજાનનો પવિત્ર માસ ચાલી રહ્યો હતો.મુસ્લિમો પોતાના રબને રાજી કરવા પવિત્ર રમજાન માસ દરમિયાન રોઝા રાખીને ખુદાની બંદગી કરી રહ્યા હતા. જેમાં નાના ભૂલકાઓ પણ આવી કાળજાળ ગરમીમાં રોજા રાખી ખુદાની બંદગી કરી રહ્યા હતા. ત્યારે હાલોલ શહેરના પાવાગઢ રોડ ખાતે રહેતો નવ વર્ષીય હાદી વસીમ સરજોન અને લીમડી ફળિયા ખાતે રહેતી અગિયાર વર્ષીય માહિરાબાનું મેહમુદ રાજા આ બંને નાના ભૂલકાઓએ રમઝાન માસના તમામ 30 રોઝા રાખી ખુદાની બંદગી કરી હતી.જેમાં પરિવારજનો સહિત સૌ કોઈએ આ બંને નાના ભૂલકાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!