MEHSANAVIJAPUR

વિજાપુર શાહી ઈદગાહ ખાતે ભાઈચારા અને એકતાના સંદેશ સાથે ઈદુલ ફિતરની નમાજ અદા

વિજાપુર શાહી ઈદગાહ ખાતે ભાઈચારા અને એકતાના સંદેશ સાથે ઈદુલ ફિતરની નમાજ અદા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના મુસ્લિમ સમાજના લોકોએ એક મહિના સુધી રોજા, નફિલ તિરાવીહની નમાજ અને કુરાનની તિલાવત કર્યા બાદ ઈદનો ચાંદ દેખાતા શનિવારે સવારે વિજાપુરની શાહી ઈદગાહ ખાતે ઉમટી પડી ઈદુલ ફિતરની નમાજ અદા કરી હતી.ઈદની નમાજ દરમિયાન દેશ અને રાજ્યમાં અમન-શાંતિ, એકતા અને ભાઈચારા માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉમટી પડેલા નમાજીઓ માટે શાહી ઈદગાહ ખાતે મુખ્ય ટ્રસ્ટી અને સંચાલક મંડળ દ્વારા સુવ્યવસ્થિત અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેથી નમાજ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકી હતી.
આ પ્રસંગે શાહી ઈદગાહના મુખ્ય ટ્રસ્ટી તલત મહેમુદ સૈયદે ઉપસ્થિત સમાજજનોને સંબોધતા મુસ્લિમ સમાજ દ્વારા શરૂ થનારી નવી શાળાની માહિતી આપી અને શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો.
નમાજ પૂર્ણ થયા બાદ સૌએ એકબીજાને ગળે મળી “ઈદ મુબારક” પાઠવી શુભેચ્છાઓ આપી હતી. ઈદના પવિત્ર પ્રસંગે દેશની એકતા, અખંડતા અને સમાજમાં સૌહાર્દ જળવાઈ રહે તે માટે દિલથી પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.
આ રીતે ઈદુલ ફિતરનો તહેવાર ભવ્ય અને શાંતિપૂર્ણ ઉજવણી થઈ હતી, જેમાં ભાઈચારો અને એકતાનો સંદેશ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયો હતો.

Back to top button
error: Content is protected !!