ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી : અપહરણ થયેલી સગીરા ગણતરીના કલાકોમાં મળી, આરોપી મહિલા ઝડપાઈ – મેઘરજ ના ગ્રામ્ય વિસ્તારની ઘટના 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : અપહરણ થયેલી સગીરા ગણતરીના કલાકોમાં મળી, આરોપી મહિલા ઝડપાઈ – મેઘરજ ના ગ્રામ્ય વિસ્તારની ઘટના

અરવલ્લી જિલ્લામાં અપહરણના ગુન્હામાં પોલીસને મહત્વની સફળતા મળી છે. ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુન્હામાં ભોગ બનનાર સગીરા અને તેને ભગાડી જનાર આરોપી મહિલાને એલ.સી.બી. અરવલ્લી ટીમે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી હતી

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગુમ થયેલ અને અપહરણ થયેલ બાળકોને શોધવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ. ઝાલાની આગેવાનીમાં પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઈસરી પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 11188005260115/2026 બી.એન.એસ. કલમ 137(2) મુજબ 15 વર્ષ અને 1 માસની સગીરાને તેના કાયદેસરના વાલી પાસેથી ભગાડી લઈ જવામાં આવી હતી. સગીરા નાની ઉંમરની હોવાથી તેને શોધી કાઢવું પોલીસ માટે અત્યંત મહત્વપૂર્ણ બન્યું હતું.એલ.સી.બી. ટીમ સતત વોચ અને તપાસમાં હતી ત્યારે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કિશોરપુરા નજીકથી સગીરા તથા તેને ભગાડી જનાર આશાબેન મહેન્દ્રસિંહ પરમાર (રહે. રઈજીના મુવાડા, તા. કપડવંજ, જી. ખેડા) ને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે બંનેને કબજે લઈ આગળની કાર્યવાહી માટે ઈસરી પોલીસ સ્ટેશનને સોંપ્યા હતા. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પકડાયેલ આરોપી:

આશાબેન મહેન્દ્રસિંહ પરમાર (રહે. રઈજીના મુવાડા, તા. કપડવંજ, જી. ખેડા)

Back to top button
error: Content is protected !!