DAHODGUJARATLIMKHEDA

દાહોદના અસાયડીમાં જોવા મળ્યો અત્યંત દુર્લભ ‘આલ્બીનો વુલ્ફ સ્નેક’: પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા છ માસમાં બે આલ્બિનો સર્પનું રેસ્ક્યુ

તા.૨૧.૦૩.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:​દાહોદના અસાયડીમાં જોવા મળ્યો અત્યંત દુર્લભ ‘આલ્બીનો વુલ્ફ સ્નેક’: પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા છ માસમાં બે આલ્બિનો સર્પનું રેસ્ક્યુ(હેડીંગ)

દાહોદના અસાયડી ગામમાંથી ખૂબ દુર્લભ ગણાતો સફેદ રંગનો ‘આલ્બિનો વુલ્ફ સ્નેક’ મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. તા. ૧૮ માર્ચ ૨૦૨૬ ના રોજ આ સાપ દેખાતા સ્થાનિકોમાં ઉત્તેજના ફેલાઈ હતી. જે બાદ પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદના જાણીતા સર્પ રેસ્ક્યુઅર ચિરાગ તલાટી અને જીગાભાઈ નવલસિંહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અત્યંત કુશળતાપૂર્વક આ દુર્લભ સાપને પકડી લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે છ માસ પૂર્વે સપ્ટેમ્બર માસમાં પણ દાહોદના જાલત મુકામેથી પ્રકૃતિ મિત્ર મંડળના શાહિદ શેખ અને વિમલ નામે બે રેસ્ક્યુઅરે પણ આ પ્રકારનો દુર્લભ અને ભાગ્યે જ જોવાતો બિનઝેરી એવો આલ્બિનો વુલ્ફ સ્નેક રેસ્ક્યુ કર્યો હતો​ આલ્બીનો વુલ્ફ સ્નેક શા માટે વિશિષ્ટ છે? (પેટા હેડીંગ)​ બિનઝેરી પ્રકારનો વુલ્ફ સ્નેક સામાન્ય રીતે કથ્થઈ કે કાળા રંગનો હોય છે, પરંતુ આલ્બિનિઝમ નામની જિનેટિક સ્થિતિને કારણે આ સાપનો રંગ સંપૂર્ણ સફેદ કે આછો ગુલાબી જેવો હોય છે. કુદરતમાં આવા સાપ ટકી રહેવા મુશ્કેલ હોય છે કારણ કે તેમનો સફેદ રંગ શિકારીઓનું ધ્યાન તરત ખેંચે છે, તેથી આ પ્રકારના સાપનું મળવું એ વન્યજીવ પ્રેમીઓ માટે મોટી ઘટના માનવામાં આવે છે.​દાહોદનું પ્રકૃતિ મિત્ર મંડળ લાંબા સમયથી વન્યજીવોના સંરક્ષણ માટે કાર્યરત છે. ચિરાગ તલાટી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલા આ સફળ રેસ્ક્યુ બાદ સાપને સુરક્ષિત રીતે વન વિભાગના માર્ગદર્શન હેઠળ કુદરતી આવાસમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!