GUJARATHALOLPANCHMAHAL

હાલોલના કણજરી નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાંથી વડોદરાના આધેડનો મૂર્તદેહ મળ્યો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૨.૩.૨૦૨૬

વડોદરાના બરાનપૂરા સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ માં રહેતા ૫૧ વર્ષીય આધેડે હાલોલ તાલુકાના કણજરી ગામ નજીક રાજપુરા ખાતેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર કેનાલમાં કૂદી પડી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસ સૂત્રો ધ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ મોડી સાંજે હાલોલની ગ્રામ્ય પોલીસને માહિતી મળી હતી કે રાજપુરા ગામ પાસે થી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં કોઈ ઇસમ અગમ્ય કારણોસર કૂદી પડ્યો હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે તપાસ કરતા કેનાલની નજીક માં એક બર્ગમેન સ્કૂટર મળી આવ્યું હતુ જેમા કેનાલમાં કૂદી પડેલા ઇસમનું લાયસન્સ મળી આવતા પોલીસને જાણવા મળ્યુ હતુ કે આ ઇસમ સંજય શિવાજીરાવ ખાંડેકર ઉ. વ.૫૧ રહે.સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ જયસ્વાલ ભવન પાછળ બરાનપૂરા વડોદરા હોવાનું જાણવા મળી આવ્યું હતુ જ્યારે બીજી તરફ સંજય ખાંડેકર સવારે નવ કલાકે પોતાનું સ્કૂટર લઈને હું આવું છું તેમ કહી નીકળેલ બપોર સુધી ઘરે ન આવતા તેમની પત્ની એ સંજયભાઈ ને ફોન કર્યો હતો તે ફોન રીસીવ ન કરતા તેમણે તેમના પુત્રને ફોન કરીને જણાવ્યું હતું કે તારા પપ્પા હજુ ઘરે આવ્યા નથી અને ફોન કરુ તો ઉપાડતા નથી જેથી તેમના પુત્ર એ સંજયભાઈને ફોન કરતા તેમણે ફોન પર વાત કરી હતી અને જણાવ્યું હતું કે થોડીવારમાં ઘરે આવું છું ત્યારબાદ હાલોલ પોલીસે ઓળખ છતી થયા બાદ સંજયભાઈ ના પરિવાર ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે ત્યાં સુધી માં પોલીસે હાલોલ ફાયર બ્રિગેડ ની ટીમની મદદ થી તેની શોધખોળ આદરતા સંજયભાઈ નો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢ્યો હતો અને સંજયભાઈ ના પરિવારે ઓળખ છતી કરતા આ ઇસમ એની કોઈ નહી પરંતુ સંજયભાઈ હોવાનું જણાવતા પોલીસે અક્સ્માત મોતનો ગુનો નોંધી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી તેમાંના પરિવાર જનો ને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!