સંતો-સતીઓ અને શૂરાઓની ભોમકા સૌરાષ્ટ્રમાં એક વિશેષ આયોજન

બાંલભા ના બ્રહ્મલીન સંત શ્રી લહેર મુની જી ની પાંચમી પુણ્ય તિથિ નિમિત્તે ભંડારા અને સંતવાણી નો કાર્યકમ યોજાયેલ _!
જોડિયાથી અમારા ખબરપત્રી રમેશભાઇ ટાંક જણાવે છે કે ,પ્રાચીન સમય થી જુનાગઢ નો ગિરનાર પર્વત જે સાધુ – સંતો ની જપ તપ સાધના નું કેન્દ્ર રહયું છે અનેક ઉદાસીન પથ ના સાધુઓ સૌરાષ્ટ્ર ના જે તે મંદિર અને આશ્રમ ના મહંત બાદ સંત તરીકે પોતાના અનુયાયીઓ ના ગુરુ ના પદ મેળવેલ. જોડિયા તાલુકા ના બાંલભા ના શાંતિ નગર વિસ્તાર જે દાઢીયાળી તરીકે ઓળખાય છે વર્ષો થી ત્યાં માં. મેલડી માતાજી મંદિર અને આશ્રમ આવેલ છે તે આશ્રમ નું સંચાલન અને મહંત જે ઉદાસીન પંથ ના સાધુ મહારાજ શ્રી લહેર મુની થય ગયા. તાજેતરમાં બ્રહ્મલીન સંત શ્રી લહેર મુની જી ની પાંચમી તિથિ નિમિત્તે ભવ્ય ભંડારા નું આયોજન સાથે સંતવાણી નો કાર્યકમ રાખવામાં આવ્યો હતો. પુવૅ મહંત શ્રી લહેર મુની જી અવસાન બાદ જોડિયા વિસ્તાર ના એક યુવા અવસ્થા માં ભોલે મુની બનીને ઉદાસીન પંથ અપનાવી ને સાધુ જીવન તરીકે હરિદ્વાર, અયોધ્યા. ગિરનાર સુધી ની યાત્રા બાદ મહંત લહેર મુની ને ગુરુ તરીકે સ્વીકારી ને મંદિર ની પુજા આરતી તથા ગુરુ મહારાજ ની સેવા કરવા લાગ્યા . ગુરુ મહારાજ ના દેહ અવસાન બાદ માં મેલડી માતાજી મંદિર અને આશ્રમ માં તેઓ મહંત તરીકે વિરાજી રહયાં છે. _!








