GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મહેન્દ્રનગરથી ગુમ થયેલ યુવાન જામનગરથી મળી આવ્યો 

 

 

MORBI:મોરબીના મહેન્દ્રનગરથી ગુમ થયેલ યુવાન જામનગરથી મળી આવ્યો

 

​મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાંથી ગુમ થયેલા ૪૪ વર્ષીય યુવાન ગણતરીના દિવસોમાં જ હેમખેમ મળી આવતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોના સહકારથી આ યુવાનનો પતો લાગ્યો છે.



​મોરબીના રહેવાસી ચિરાગભાઇ ડાહ્યાભાઈ વાંસજાળીયા (ઉં.વ. ૪૪) ગત તારીખ ૨૦-૦૩ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાની આસપાસ મહેન્દ્રનગર ચોકડી પાસેથી અચાનક ગુમ થયા હતા. પરિવારજનો દ્વારા તેમની શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ કોઈ પતો મળતો નહોતો. છેલ્લે ૨૧-૦૩ ના રોજ બપોરે તેઓ હળવદના શક્તિધામ પાસે જોવા મળ્યા હતા, ત્યારબાદ તેમની કોઈ ભાળ મળી ન હતી.
​સોશિયલ મીડિયા અને સમાચારે ભજવી મહત્વની ભૂમિકા
​યુવાન ગુમ થયા અંગેના સમાચાર ફોટા સાથે પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયા હતા. આ વિગતો અને ફોટાના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે ચિરાગભાઈ જામનગર બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં છે.​

ચિરાગભાઈ મળી આવ્યા હોવાની જાણ થતા જ પરિવારજનો તેમને લેવા માટે જામનગર જવા રવાના થયા છે. મુશ્કેલ સમયમાં મદદ કરનાર અને મેસેજ વાયરલ કરનાર તમામ લોકોનો પરિવાર દ્વારા હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!